જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ હુમલામાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 8 જેટલા લોકો ઘાયલ થયા છે. જો કે આ હુમલા અંગે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. અત્રે જણાવવાનું કે પહેલગામ એક એવો વિસ્તાર છે જ્યાં પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. માર્ચ મહિનામાં થયેલી બરફવર્ષા બાદ મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં પહોંચે છે.
#WATCH | Firing incident reported in Pahalgam, J&K; Police and Security Forces present on the spot
Details awaited. pic.twitter.com/jlDZ1oubnB
— ANI (@ANI) April 22, 2025
મારા પતિને માથામાં ગોળી વાગી છે
એક મહિલાએ જણાવ્યું કે મારા પતિને માથામાં ગોળી વાગી છે. જ્યારે સાત અન્ય લોકો પણ ઘાયલ થયા છે. મહિલાએ પોતાની ઓળખ જણાવી નથી. પરંતુ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે ગુહાર લગાવી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે થોડા સમય પહેલા ફાયરિંગનો અવાજ સાંભળ્યા બાદ સુરક્ષાદળો પહેલગામમાં બાયસરન ઘાટી પહોંચ્યા.
અત્રે જણાવવાનું કે આ વર્ષે જુલાઈથી અમરનાથ યાત્રા પણ શરૂ થવાની છે. તે પહેલા 14 એપ્રિલના રોજ સુરક્ષા દળોએ કિશ્તવાડ જિલ્લાના છત્રુવન વિસ્તારમાં લગભગ 25 દિવસ સુધી ચાલેલા આતંકવાદી વિરોધી અભિયાન બાદ એક નવા આતંકવાદી ઠેકાણા વિશે માહિતી મેળવી હતી.
કિશ્તવાડમાં હાઈટેક આતંકી અડ્ડાનો ભાંડાફોડ
પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ સંલગ્ન આતંકીઓ દ્વારા ઉપયોગમાં લેવાતું આ ઠેકાણું લાંબા સમયથી ચાલુ હતુ. જે સંચાર માટે ખુબ જ સુસજ્જિત હતું. અધિકારીઓના જણાવ્યાં મુજબ માર્યા ગયેલા આતંકીઓએ છત્રુના ગાઢ જંગલોને ઠેકાણું બનાવ્યું હતું. જેમાં જરૂરી બચાવ સાધનો, સહિત ધાર્મિક પુસ્તક અને 10થી 15 દિવસ માટે પૂરતી ખાદ્ય સામગ્રી હતી.
સૌથી ખાસ વાત એ છે કે આ ઠેકાણામાં એક કામ કરનારું વાઈફાઈ સેટઅપ, સોલર પેનલ, જીપીએસ ડિવાઈસ અને એટલે સુધી કે એક છૂપાયેલો ભૂગર્ભ ભાગવાનો રસ્તો પણ સામેલ હતો જે લાંબા સમય સુધી છૂપાયેલા રહેવા માટે એક વ્યૂહાત્મક યોજનાને ઉજાગર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે