Home> India
Advertisement
Prev
Next

સવારે 7થી લઈને રાતે 9 વાગ્યા સુધી આજે જનતા કર્ફ્યૂ, કઈ સેવા ચાલુ અને કઈ બંધ તે જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે. આજે સવારે 7 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી લોકો ઘરથી બહાર ન નીકળે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. પીએમ મોદીનું કહેવું છે કે આ કવાયતથી COVID-19ના સંક્રમણને ફેલાતો અટકાવવામાં મદદ મળશે. વડાપ્રધાનની આ પહેલનો વિવિધ વ્યવસાયિકો, સંસ્થાનો અને યુનિયનોએ સમર્થન કર્યું છે. દેશના અલગ અલગ ભાગમાં ઈમરજન્સી સર્વિસિસને  બાદ કરતા લગભગ બંધની સ્થિતિ જોવા મળશે. આવો જાણીએ કે આજના આ જનતા કર્ફ્યૂના દિવસે શું બંધ રહેશે અને કઈ સેવાઓ ઉપલબ્ધ રહેશે. 

સવારે 7થી લઈને રાતે 9 વાગ્યા સુધી આજે જનતા કર્ફ્યૂ, કઈ સેવા ચાલુ અને કઈ બંધ તે જાણો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે. આજે સવારે 7 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી લોકો ઘરથી બહાર ન નીકળે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. પીએમ મોદીનું કહેવું છે કે આ કવાયતથી COVID-19ના સંક્રમણને ફેલાતો અટકાવવામાં મદદ મળશે. વડાપ્રધાનની આ પહેલનો વિવિધ વ્યવસાયિકો, સંસ્થાનો અને યુનિયનોએ સમર્થન કર્યું છે. દેશના અલગ અલગ ભાગમાં ઈમરજન્સી સર્વિસિસને  બાદ કરતા લગભગ બંધની સ્થિતિ જોવા મળશે. આવો જાણીએ કે આજના આ જનતા કર્ફ્યૂના દિવસે શું બંધ રહેશે અને કઈ સેવાઓ ઉપલબ્ધ રહેશે. 

fallbacks

મોલ્સ અને દુકાનો રહેશે બંધ
જનતા કર્ફ્યૂ હેઠળ મોલ્સ, શોપિંગ સેન્ટર્સ, દુકાનો બંધ રહી શકે છે. જો કે મેડિકલ સ્ટોર્સ અને જરૂરી સામાન વેચતી દુકાનો ખુલ્લી રહેશે. દેશના લગભગ દરેક રાજ્યમાં દારૂની દુકાનો બંધ રહેશે. 

ટ્રેનમાં સફર કરવું મુશ્કેલ બનશે
રેલવે સેવાઓ પર અસર થશે. ભારતીય રેલવેએ કહ્યું છે કે શનિવારે મધરાતથી રવિવાર 10 વાગ્યા સુધી કોઈ પેસેન્જર ટ્રેન ચાલશે નહીં. રવિવારે સવારે 4 વાગ્યાથી મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ બંધ થઈ જશે. રવિવાર રાત 10 વાગ્યા સુધી તમામ ઈન્ટરસિટી ટ્રેન્સ કેન્સલ છે. આ ઉપરાંત 700થી વધુ ટ્રેનો પહેલેથી કેન્સલ છે. લોકલ ટ્રેનો ઓછી ચાલશે. 

મેટ્રો સર્વિસિઝ બંધ
અનેક શહેરોમાં મેટ્રો સેવાઓ બંધ રહેશે. જેમાં દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ, નોઈડા અને લખનઉ સામેલ છે. 

વિમાન સેવા પર અસર
અનેક એરલાઈન કંપનીઓએ ઉડાણમાં કાપ મૂક્યો છે. ગોએર, ઈન્ડિગો, એર વિસ્તારાએ પણ ફ્લાઈટની સંખ્યા ઘટાડી છે. 

સરકારી બસો નહીં ચાલે
અનેક રાજ્યોની બસ સેવા રોકવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, ગુજરાત, હરિયાણા, ઓડિશા, દિલ્હી જેવા રાજ્યોએ સરકારી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 

કેબ બુક કરવામાં થશે પરેશાની
કેબ સર્વિસિસ જેમ કે ઉબેર, ઓલા પણ કોશિશ કરી રહ્યાં છે કે રવિવારે ડ્રાઈવર્સ રોડ પર જોવા ન મળે. જો કે ઈમરજન્સી માટે કેબ સર્વિસિસ ઉપબલ્ધ રહેશે. 

ઓટો-ટેક્સી પણ નહીં મળે
ઓટો-રિક્ષાવાળાઓએ પણ જનતા કર્ફ્યૂનું સમર્થન કર્યું છે. દિલ્હી ઓટોરિક્ષા સંઘે પણ રવિવારે સેવા ન આપવાનો નિર્ણય લીધો છે. 

પેટ્રોલ પંપ પર અસર
પેટ્રોલ પંપોને લઈને અલગ અલગ રાજ્યોમાં અલગ  અલગ નિર્દેશ છે. ઈન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સે બંધની જાહેરાત કરી છે. યુપી, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ અને કર્ણાટકમાં પેટ્રોલ પંપ બંધ રહેશે. 

હોટલ રેસ્ટોરા પણ બંધ
વિભિન્ન રાજ્યોમાં રેસ્ટોરા પણ બંધ રહેશે. કેટલાક રાજ્યોમાં હોટલ્સને બંધ રાખવાના નિર્દેશ પણ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More