Home> India
Advertisement
Prev
Next

લુધિયાણા વિસ્ફોટ કેસ પર મોટા સમાચાર! આરોપી જસવિન્દર મુલ્તાનીની જર્મનીમાં થઈ ધરપકડ

લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મળી છે.

લુધિયાણા વિસ્ફોટ કેસ પર મોટા સમાચાર! આરોપી જસવિન્દર મુલ્તાનીની જર્મનીમાં થઈ ધરપકડ

બર્લિન: લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મળી છે. વિસ્ફોટના આરોપી જસવિન્દર સિંહ મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતની ભલામણ પર જર્મની પોલીસે જસવિન્દર સિંહ મુલ્તાનીની ધરપકડ કરી છે. લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસનો આરોપી જસવિન્દર સિંહ મુલ્તાની શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો છે. જસવિન્દર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે કામ કરી રહ્યો છે. તેણે ISI ના ઈશારે લુધિયાણા કોર્ટમાં ધડાકાનું ષડયંત્ર રચ્યું હતું. 

fallbacks

આતંકીઓને હથિયાર ઉપલબ્ધ કરાવતો હતો જસવિન્દર
સૂત્રોના જણાવ્યાં મુજબ જસવિન્દર સિંહ મુલતાની ખાલિસ્તાની આતંકીઓને હથિયારો ઉપલબ્ધ કરાવવામાં લાગ્યો હતો જેથી કરીને મુંબઈ અને દિલ્હીમાં પણ આતંકી હુમલા કરાવી શકાય. મોદી સરકારે Highest Level પર જર્મનીની સરકારને આરોપી જસવિન્દર સિંહ મુલ્તાની પર કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. પાકિસ્તાનથી જસવિન્દર સિંહ મુલ્તાનીને હથિયારો મળતા હતા. 

UP: 200 કરોડનો માલિક ખખડધજ સ્કૂટર કેમ ચલાવતો હતો? લાઈફસ્ટાઈલ જાણીને ચોંકી જશો

વિસ્ફોટની ઝપેટમાં આવ્યો હતો હુમલાખોર ગગનદીપ
અત્રે જણાવવાનું કે 23 ડિસેમ્બરે પંજાબના લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બોમ્બ પ્લાન્ટ કરતી વખતે ધડાકો થઈ ગયો હતો અને બોમ્બ લગાવવા આવેલો પંજાબ પલીસનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ ગગનદીપ વિસ્ફોટની ઝપેટમાં આવીને માર્યો ગયો હતો. 

fallbacks

જેલની અંદર રચાયું લુધિયાણા વિસ્ફોટનું ષડયંત્ર
ગગનદીપ પંજાબના ખન્ના શહેરનો રહીશ હતો. વર્ષ 2019માં ગગનદીપ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો હતો અને તેની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદથી તે લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં બંધ હતો. જેલની અંદર જ તેણે લુધિયાણા કોર્ટમાં ધડાકાનું ષડયંત્ર રચ્યું હતું. આ વર્ષ સપ્ટેમ્બરમાં તે જેલમાંથી બહાર આવ્યો હતો. 

નોંધનીય છે કે પંજાબ પોલીસ મૃતક ગગનદીપનું લેપટોપ અને મોબાઈલ પણ જપ્ત કરી ચૂકી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકી રિન્દાએ ગગનદીપને લુધિયાણા કોર્ટમાં વિસ્ફોટ કરવા જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More