Home> India
Advertisement
Prev
Next

Exclusive: આઝમ ખાન નોર્મલ નથી, મારા વિરુદ્ધ અભદ્ર ભાષાપ્રયોગ એ તેમની આદત છે- જયા પ્રદા

રામપુરથી સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર આઝમ ખાન દ્વારા કરાયેલી એક વિવાદાસ્પદ ટિપ્પણી બદલ જયા પ્રદાએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે.

Exclusive: આઝમ ખાન નોર્મલ નથી, મારા વિરુદ્ધ અભદ્ર ભાષાપ્રયોગ એ તેમની આદત છે- જયા પ્રદા

નવી દિલ્હી: રામપુરથી સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર આઝમ ખાન દ્વારા કરાયેલી એક વિવાદાસ્પદ ટિપ્પણી બદલ જયા પ્રદાએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે. જયા પ્રદાએ ઝી ન્યૂઝ સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું કે, મારા વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ આઝમ ખાનની આદત છે. આ મહિલાઓનું અપમાન છે. તેમણે કહ્યું કે આઝમ ખાન હંમેશા મારા વિુરુદ્ધ ઝેર ઓકતા રહે છે. તેમણે ચૂંટણી પંચ પાસે માગણી કરી કે આઝમ ખાનના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં આવે. 

fallbacks

જયા પ્રદા માટે વિવાદિત નિવેદન કરીને મોટી મુશ્કેલીમાં મુકાયા આઝમ ખાન, FIR દાખલ

fallbacks

જયા પ્રદાએ આ મામલે ઝી ન્યૂઝ સાથે કરેલી ખાસ વાતચીતમાં કહ્યું કે 'હું ડરવાની નથી. હું અડગ રહીને મુકાબલો કરીશ. ચૂંટણી જીતીને આવીશ. માયાવતી પણ એક મહિલા છે. અખિલેશ આઝમ ખાન પર કાર્યવાહી નહીં કરે. કારણ કે તેમને મુસ્લિમ વોટબેંક દેખાઈ રહી છે. આઝમ ખાને રામપુરની જનતા પર અત્યાચાર કર્યા છે. તેમણે અખિલેશ યાદવ અને માયાવતીને અપીલ કરી કે તેઓ આઝમ ખાન પર કાર્યવાહી કરે.' 

આઝમ ખાનના વિવાદિત નિવેદન પર સુષમાએ મુલાયમને કહ્યું- 'ભાઈ...તમારી સામે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે'

અત્રે જણાવવાનું કે જયા પ્રદા પર આઝમ ખાન દ્વારા કરાયેલી આપત્તિજનક ટિપ્પણીનો મામલો તૂલ પકડી રહ્યો છે. સોમવારે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આઝમ ખાનના નિવેદનને ગંભીરતાથી લેતા તેમની ફરિયાદ ચૂંટણી પંચને કરવાની વાત કરી  છે. આ સાથે જ આઝમ ખાનને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. આ બાજુ રામપુરથી ભાજપના ઉમેદવાર જયા પ્રદાએ તો હવે આઝમ ખાનની ઉમેદવારી જ રદ કરવાની માગણી કરી છે. 

જુઓ LIVE TV

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More