Home> India
Advertisement
Prev
Next

કોરોના પર PM મોદીના ફોનની હેમંત સોરેને ઉડાવી 'મજાક', BJP લાલચોળ, નવો વિવાદ શરૂ

હેમંત સોરેને ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. સાથે તેમણે આ ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદી પર એકતરફા સંવાદનો આરોપ લગાવતા કટાક્ષ પણ કર્યો છે. 
 

કોરોના પર PM મોદીના ફોનની હેમંત સોરેને ઉડાવી 'મજાક', BJP લાલચોળ, નવો વિવાદ શરૂ

રાંચીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી કોરોના મહામારીની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ ફોન કર્યો હતો. હેમંત સોરેને ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. સાથે તેમણે આ ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદી પર એકતરફા સંવાદનો આરોપ લગાવતા કટાક્ષ પણ કર્યો છે. 

fallbacks

હેમંત સોરેને કહ્યુ કે, સારૂ હોત જો પીએમ મોદી કામની વાત કરત અને કામની વાત સાંભળત. મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટમાં કહ્યુ કે, આજે આદરણીય પ્રધાનમંત્રી જીએ ફોન કર્યો. તેમણે માત્ર પોતાના મનની વાત કરી. સારૂ હોત તે કામની વાત કરત અને કામની વાત સાંભળત. 

ભાજપના નેતાઓ, કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ
હેમંત સોરેને આ રીતે સોશિયલ મીડિયા પર સીધો પીએમ મોદી પર કટાક્ષ કર્યો તો જવાબમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની ફોજ ઉતરી આવી. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ હેમંત સોરેનને જવાબ આપતા લખ્યુ- મહેરબાની કરી બંધારણીય પદોની ગરિમાને આ રીતે નીચલા સ્તર પર ન લઈ જાવ. મહામારીના મુશ્કેલ સમયમાં કોઈ રાજનીતિ ન થવી જોઈએ, આપણે એક ટીમ ઈન્ડિયા છીએ. 

અસમ સરકારમાં મતંરી હિમંત બિસ્વ સરમાએ સોરેનને જવાબ આપતા લક્યુ કે, તમારૂ આ ટ્વીટ ન  માત્ર ન્યૂનતમ મર્યાદાની વિરુદ્ધ છે પરંતુ તે રાજ્યની જનતાની પીડાની પણ મજાક ઉડાવવી છે, જેની સ્થિતિ જાણવા માટે માનનીય પ્રધાનમંત્રી જીએ ફોન કર્યો. ખુબ નાની હરકત કરી દીધી તમે. મુખ્યમંત્રી પદની ગરિમા ઘટાડી દીધી. 

તો નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફી રિયોએ લખ્યુ કે, મુખ્યમંત્રીના રૂપમાં મારા ઘણા વર્ષોના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાજ્ય પ્રત્યે ખુબ સંવેદનશીલ રહ્યા છે. હું હેમંત સોરેનના આ નિવેદનને નકારૂ છું. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે હેમંત સોરેન નાખુશ છે કારણ કે તેમને પોતાના રાજ્ય સંબંધિત મુદ્દા વિશે માહિતગાર કરાવવાની મંજૂરી આપવામાં ન આવી. પ્રધાનમંત્રીએ માત્ર કોવિડની સ્થિતિ પર ચર્ચા કરી. તો દેશભરમાં ફેલાયેલી કોરોનાની બીજી લહેરનો સામનો કરવા માટે ઝારખંડ સરકાર શું પગલા ભરવા જઈ રહી છે. તેને લઈને મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાની રણનીતિ જણાવી હતી. તેમણે કહ્યુ કે, કોરોનાના વધતા સંક્રમણ પર અમારી નજર છે અને તેનો સામનો કરવા માટે જેવા-જેવા પડકાર સામે આવશે તે પ્રમાણે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More