Home> India
Advertisement
Prev
Next

Jharkhand election: અમે ઝારખંડની જનતાના જનાદેશનું સન્માન કરીએ છીએ, હાર પર બોલ્યા અમિત શાહ

ઉલ્લેખનીય છે કે અમિત શાહે ઝારખંડ ચૂંટણીમાં ઘણી રેલી સંબોધી હતી. તેમને 2014 બાદ ભાજપના ચાણક્ય માનવામાં આવે છે, પરંતુ છેલ્લી કેટલિક ચૂંટણીમાં પાર્ટીના હાથમાથી ઘણા રાજ્યો નિકળી ગયા છે.

Jharkhand election: અમે ઝારખંડની જનતાના જનાદેશનું સન્માન કરીએ છીએ, હાર પર બોલ્યા અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન (Union Home Minister) અને ભાજપના અધ્યક્ષ (BJP) અમિત શાહે ઝારખંડમાં પાર્ટીની હારનો સ્વીકાર કરતા જનતાનો 5 વર્ષ સુધી સેવાની તક આપવા માટે આભાર માન્યો છે. ભાજપે અહીં ઝારખંડ મુક્તિ મોર્ચા-કોંગ્રેસ અને આરજેડી (JMM-Congress-RJD)ના ગઠબંધન સામે હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ મુખ્યપ્રધાન રઘુવર દાસ પણ અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે, જો ભાજપ હારે તો ચોક્કસપણે તેમની હાર હશે. 

fallbacks

અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું, 'અમે ઝારખંડની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશનું સન્માન કરીએ છીએ. ભાજપને 5 વર્ષ સુધી પ્રદેશની સેવા કરવાની જે તક આપી હતી તે માટે અમે જનતાનો હ્રદયથી આભાર માનીએ છીએ.' ભાજપ સતત પ્રદેશના વિકાસ માટે સમર્પિત રહેશે. તમામ કાર્યકર્તાઓને તેના પરિશ્રમ માટે અભિનંદન. 

ઉલ્લેખનીય છે કે અમિત શાહે ઝારખંડ ચૂંટણીમાં ઘણી રેલી સંબોધી હતી. તેમને 2014 બાદ ભાજપના ચાણક્ય માનવામાં આવે છે, પરંતુ છેલ્લી કેટલિક ચૂંટણીમાં પાર્ટીના હાથમાથી ઘણા રાજ્યો નિકળી ગયા છે. ચૂંટણી વિશ્લેષક તે પણ કહે છે કે, ગૃહપ્રધાન જેવું મહત્વનું પદ સંભાળ્યાને કારણે તેઓ પાર્ટીના વિસ્તારમાં વધુ સમય આપી શકતા નથી. પહેલા તેઓ ચૂંટણી વાળા રાજ્યોમાં બુથ સ્તર સુધીની રણનીતિ તૈયાર કરતા હતા અને તેને પોતાની દેખરેખમાં અંત સુધી પહોંચાડતા હતા. 

હાલના ટ્રેન્ડ પ્રમાણે ભાજપ 25 સીટો પર જીત્યું કે આગળ ચાલી રહ્યું છે અને મહાગઠબંધન 46 સીટો પર આગળ છે. ઝારખંડ વિધાનસભામાં કુલ 81 સીટો છે અને બહુમત માટે 41 સીટોની જરૂર પડે છે, જેને મહાગઠબંધન પાર કરી ચુક્યું છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ફાળે 37 સીટ આવી હતી. 

વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More