બોકારો: કોરોના વાયરસને હરાવવા માટે દેશભરમાં કોવિડ વેક્સીન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે ઝારખંડના બોકારો જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો છે. ગુરુવારે અહીંના ડોકટરોએ દાવો કર્યો હતો કે પાંચ વર્ષ પહેલા માર્ગ અકસ્માત બાદ પથારીમાં પડેલો 55 વર્ષીય માણસ એન્ટી-કોવિડ કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો, એટલું જ નહીં તે ચાલવા માટે પણ સક્ષમ થયો હતો.
વાસ્તવમાં, દુલાર ચંદા મુંડાએ દાવો કર્યો છે કે તેમને 6 જાન્યુઆરીએ કોવિશિલ્ડ રસી લીધી હતી અને 9 જાન્યુઆરીએ તેમના શરીરમાં એક નવી ઉર્જા આવી હતી, જેના પછી તેઓ જૂની બીમારીથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા હતા.
વાસ્તવમાં આ ઘટના બોકારો જિલ્લાના પિતરવાર પ્રખંડમાં ઉત્તાસરા પંચાયતના સલગાડીહ ગામના રહેવાસી દુલારચંદ મુંડાની સાથે આ ઘટના બની હતી. આ કિસ્સામાં ડોકટરોએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા થયેલા માર્ગ અકસ્માત બાદ દુલારચંદ મુંડા હરવા/ફરવામાં અસમર્થ હતા. સ્વાસ્થ્ય કેન્દ્રના પ્રભારી ચિકિત્સક અલબેલા કેરકેટાએ જણાવ્યું હતું કે એક આંગણવાડી કાર્યકર્તાએ 4 જાન્યુઆરીએ તેમના નિવાસ સ્થાને મુંડાને કોવિશિલ્ડ રસી આપી હતી. બીજા દિવસે મુંડાને ચાલતા-ફરતા અને બોલતા જોઈને પરિવારના સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા.
આ ઘટના પર બોકારોના સિવિલ સર્જન ડૉ. જિતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે આ 'ચમત્કારિક ઘટના'ની તપાસ માટે ત્રણ સભ્યોની મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે દુલારચંદ મુંડા કરોડરજ્જુની સમસ્યાને કારણે છેલ્લા એક વર્ષથી સંપૂર્ણપણે પથારીવશ હતા. તેમણે દાવો કર્યો કે કોવિશિલ્ડ રસીના પ્રથમ ડોઝ પછી મુંડાએ માત્ર ચાલવાનું શરૂ કર્યું નથી પરંતુ બોલવાનું પણ શરૂ કર્યું છે.
સારવાર પાછળ 4 લાખ રૂપિયા ખર્ચાયા
દુલાર ચંદ જણાવે છે કે 4 વર્ષ પહેલા તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માત પછી તેમનું શરીર સતત ખરાબ થતું ગયું હતું. તેના શરીરની જ્ઞાનતંતુઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને છેલ્લા એક વર્ષથી તે પથારીમાંથી ઉઠી પણ શકતા ન હોતા. દુલાર ચંદના પરિવારજનોએ તેમને બોકારો, ધનબાદ અને રાંચીના રિમ્સમાં સારવાર માટે પણ બતાવ્યું હતું. છેલ્લા 4 વર્ષમાં તેમની સારવાર પર લગભગ 4 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની બીમારી દૂર થઈ શકી ન હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે