Home> India
Advertisement
Prev
Next

જમીન અધિગ્રહણ સંશોધન બિલ: વિપક્ષ મોનસુન સત્રમાં પણ સરકારને ઘેરશે

જ્યા સુધી સરકાર જમીન અધિગ્રહણને પાછુ નહી ખેંચી લે ત્યા સુધી સંશોધન વિરુદ્ધ સંયુક્ત વિપક્ષ લડતું રહેશે

જમીન અધિગ્રહણ સંશોધન બિલ: વિપક્ષ મોનસુન સત્રમાં પણ સરકારને ઘેરશે

રાંચી : જમીન અધિગ્રહણ કાયદા માટે કરવામાં આવેલા સંશોધનની વિરુદ્ધ સંયુક્ત વિપક્ષે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ લડાઇ ત્યા સુધી ચાલુ રહેશે. જ્યા સુધી સરાકર આ બિલને પાછુ નથી લઇ લેતી કોંગ્રેસ ભવનમાં શુક્રવારે વિપક્ષી દળોની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. જેમાં તમામ વિપક્ષી દળોએ આંદોલનને ચાલુ રાખવાની વાત કરી છે. બીજી તરફ સરકારની સહયોગી આજસૂ પ્રમુખ સુદેશ મહતોના સલાહ અંગે નેતા પ્રતિપક્ષ હેમંત સોરેને કહ્યું કે, તેઓ સદનમાં ચર્ચા માટે તૈયાર છે. જો કે સરકાર પહેલા આ બિલને પાછું ખેંચે. 

fallbacks

જમીન અધિગ્રહણ સંશોધન બિલના વિરોધમાં ગુરૂવારે એકત્ર વિપક્ષે ઝારખંડ બંદનુ આહ્વાહન કર્યું હતું. ઝારખંડ બંધને વિપક્ષી દળોએ ઐતિહાસિક ગણાવતા સફળ જણાવ્યું હતું. બીજી તરફ મુખ્યમંત્રી રઘુવર દાસે નિષ્ફળ ગણાવતા કહ્યું હતું કે, જનતાને બંધને નકારી દેવાયું છે. આ નિવેદનથી વિપક્ષ એકજુટ અને મજબુત દેખાવા લાગી છે. વિપક્ષી દળોએ પહેલીવાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની વિરુદ્ધ ફરીછી મોર્ચો ખોલવાની વાત કહી છે. સાથે જ જમીન અધિગ્રહણ બિલ માટે સરકારને ફરીથી ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. નેતા પ્રતિપક્ષ હેમંત સોરેને કહ્યું કે, આ મુદ્દા પર સરકારને માનસૂત્ર સત્રમાં ઘેરવામાં આવશે. સાથે જ 16 જુલાઇના રોજ રાજભવન સામે ઘરણા કરવામાં આવશે. 

નેતા પ્રતિપક્ષે સરકારની નીતિઓને તાનાાશાહી ગણાવતા કહ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જનતાની સાથે ધોખેબાજી કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના સમર્થન મુલ્યના મુદ્દે અપાયેલા નિર્ણયને પણ ખેડૂતોની સાથે છળ ગણાવ્યું હતું. દેશની આ પહેલી સરકાર છે જેણે ખેડૂતો પર જીએસટી લગાવવાનું કામ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More