Home> India
Advertisement
Prev
Next

લગ્નની ચોરીમાંથી ગર્લફ્રેન્ડે કર્યું પ્રેમીનું અપહરણ, દુલ્હન જોતી રહી રાહ, પ્રેમમાં દબંગાઈની અનોખી ઘટના

Jhansi News: ઝાંસીના રક્ષા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમિકાએ લગ્ન સ્થળેથી વરરાજાને અપહરણ કર્યું અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પંચાયત પછી બંનેના લગ્ન મધ્યપ્રદેશના દતિયામાં થશે.
 

લગ્નની ચોરીમાંથી ગર્લફ્રેન્ડે કર્યું પ્રેમીનું અપહરણ, દુલ્હન જોતી રહી રાહ, પ્રેમમાં દબંગાઈની અનોખી ઘટના

Jhansi News: લગ્નના મંડપમાંથી વરરાજાનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. જી હા...વરરાજાની પ્રેમિકાનું કારસ્તાનનો કિસ્સો હાલ ચારેબાજુ ચર્ચામાં છે. લગ્નની ચોરીમાં એક બાજુ વરરાજા અને બાજુમાં દુલ્હન બેઠી હતી. લગ્ન ગીતો ગવાતાં હતાં અને આ બધાની વચ્ચે પ્રેમિકાએ એન્ટ્રી લીધી હતી અને બધાની હાજરીમાં વરરાજાને ભગાડીને જતી રહી. 

fallbacks

ખેડૂતોએ ફરી ચોથના શુકન જોયા; આવનારું વર્ષ વરસાદ અને લીલોતરીની દ્દષ્ટિએ કેવું રહેશે?

લગ્નની ચોરીમાંથી જ વરરાજાનું અપહરણ થતાં ગામમાં હડકંપ મચી ગયો. દુલ્હનનો પરિવાર ચિંતામાં આવી ગયો કે જે વરરાજા જાન જોડીને પરણવા માટે સાસરીમાં આવ્યા હતા, એમનું તો હવે પ્રેમિકાએ જ અપહરણ કર્યું છે તો કરવું શું? અધૂરામાં પૂરું પ્રેમિકાએ કહી દીધું કે હું વરરાજાના બાળકની માતા બનવાની છું. આટલું કહીને તે વરરાજાને લઈને રવાના થઈ ગઈ, અને આ બાજુ લગ્ન મંડપમાં દુલ્હન અને તેના પરિવારજનો ચિંતામાં આવી ગયા. 

હાર્દિક તુમ યૌદ્ધા હો...આંખો પર 7 ટાંકા, છતાં ન માની હાર, દેખાડ્યું ગજબનું કમિટમેન્ટ

લીલા તોરણે આવેલી જાન પાછી જાય નહીં એ માટે નિર્ણય એવો કરવામાં આવ્યો જે જોઈને તમે પણ છક થઈ જશો. વરરાજાના અપહરણ બાદ દુલ્હન સાથે વરરાજાના ભત્રીજાનાં લગ્ન કરાવવામાં આવ્યાં. જી હા.. વરરાજાને પ્રેમિકા ભગાડી જતાં ઝાંસીના ડેલી ગામમાં રંગેચંગે વરરાજાના ભત્રીજાનો વરઘોડો નીકળ્યો હતો, એટલે કે, ભત્રીજો જે દુલ્હનને કાકી કહેવાનો હતો તેમની સાથે વરરાજાના ભત્રીજાએ લગ્ન કરી લીધાં હતા. 

મિથુન સહિત 3 રાશિઓની સફળતા અને જાહોજલાલી જોતા રહી જાશે લોકો, શનિ ધનના ઢગલે બેસાડશે

વિધિની વક્રતા જુઓ...માત્ર 30 મિનિટમાં જ વરરાજા અને દુલ્હનના જીવનસાથી બદલાઈ ગયા. કંકોતરીમાં છપાયેલાં પાત્રો માત્ર 30 મિનિટમાં બદલાઈ ગયાં. આ ચર્ચાસ્પદ કિસ્સો ઉત્તર પ્રદેશના ઝાંસીના ડેલી ગામનો છે. જ્યાં વરરાજાને તેની પ્રેમિકા ભગાડી જતાં દુલ્હનનાં લગ્ન વરરાજાના ભત્રીજા સાથે કરાવવામાં આવ્યાં અને ભત્રીજો પણ કુંવારો હોવાથી તેણે હા પાડી દીધી. સની નામના વરરાજા ભાગી જતાં કન્યા અને વરપક્ષે DJના તાલે સજીધજીને વરરાજાના ભત્રીજાને પરણાવીને આ લગ્ન પૂરાં કર્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More