Home> India
Advertisement
Prev
Next

J&K: બડગામમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો, CRPFના 2 જવાન અને 4 નાગરિક ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં સતત ત્રીજા દિવસે સુરક્ષાદળોને નિશાન બનાવવામાં આવ્યાં છે. આજે આતંકીઓએ બડગામ જિલ્લાના પાખેરપોરા વિસ્તારમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો. હુમલામાં સીઆરપીએફની 18મી બટાલીયનના બે જવાન અને ચાર સ્થાનિક નાગરિકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હુમલા બાદ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરૂ કરાયું છે. 

J&K: બડગામમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો, CRPFના 2 જવાન અને 4 નાગરિક ઘાયલ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં સતત ત્રીજા દિવસે સુરક્ષાદળોને નિશાન બનાવવામાં આવ્યાં છે. આજે આતંકીઓએ બડગામ જિલ્લાના પાખેરપોરા વિસ્તારમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો. હુમલામાં સીઆરપીએફની 18મી બટાલીયનના બે જવાન અને ચાર સ્થાનિક નાગરિકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હુમલા બાદ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરૂ કરાયું છે. 

fallbacks

ઘાયલોને પાખેરપોરાના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે 6 ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં જેમાં બે સુરક્ષાકર્મી અને ચાર નાગરિકો છે. ચાર નાગરિકોને સારી સારવાર માટે એચએમએચએસ હોસ્પિટલ શ્રીનગર રેફર કરાયા છે. 

સીઆરપીએફના પીઆરઓ પંકજ સિંહે જણાવ્યું કે મંગળવારના રોજ પાખેરપોરાના માર્કેટમાં એક રાશન ડેપો પાસે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. તેમણે કહ્યું કે સુરક્ષાકર્મીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. તેઓ સુરક્ષિત છે જ્યારે 4 નાગરિકોની સ્થિતિ ગંભીર છે. આ દરમિયાન સીઆરપીએફ, પોલીસ અને સેનાની એક સંયુક્ત ટીમે આતંકીઓને પકડવા માટે સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે. 

J&K હંદવાડામાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હૂમલો, 3 જવાન શહીદ
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં સોમવારે આતંકવાદીઓએ CRPFની પેટ્રોલ પાર્ટી પર હુમલો કર્યો. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા. આ ઉપરાંત 6 જવાન ઘાયલ છે જેપૈકી 4ની સ્થિતિ ગંભીર છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતાં. આતંકવાદીની અત્યાર સુધી ઓળખ થઇ શકી નથી. હંદવાડાના કાઝિયાબાદ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. આતંકવાદીઓએ સીઆરપીએફની A 92 બટાલિયન પર હુમલો કર્યો હતો. 

જુઓ LIVE TV

હંદવાડામાં બે આતંકીનો ખાતમો, ઓપરેશનમાં સેનાના બે મોટા અધિકારી સહિત 5 શહીદ
​જમ્મૂ-કાશ્મીરના હંદવાડામાં રવિવારે 3 મેના રોજ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સેનાએ અહીં બે વિદેશી આતંકીઓને ઠાર કર્યાં. જમ્મૂ-કાશ્મીરથી મળેલી જાણકારી પ્રમાણે આ અથડામણ શનિવારથી ચાલી હતી. આ અથડામણમાં ભારતીય સેનાના કર્નલ-મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. આ સિવાય જમ્મુ-પોલીસનો એક જવાન પણ શહીદ થયો.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More