Home> India
Advertisement
Prev
Next

J&K: રાજૌરીમાં આતંકી અથડામણ, JCO સહિત 5 જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક JCO સહિત 5 જવાન શહીદ થયાના સમાચાર છે. આ અગાઉ આજે સવારે અનંતનાગ અને બાંદીપોરામાં સુરક્ષાદળોએ એક એક આતંકીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. 

J&K: રાજૌરીમાં આતંકી અથડામણ, JCO સહિત 5 જવાન શહીદ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક JCO સહિત 5 જવાન શહીદ થયાના સમાચાર છે. આ અગાઉ આજે સવારે અનંતનાગ અને બાંદીપોરામાં સુરક્ષાદળોએ એક એક આતંકીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. 

fallbacks

મળતી માહિતી મુજબ એન્કાઉન્ટર દરમિયાન આ પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેઓ શહીદ થયા. વિસ્તારના ચમરેર જંગલમાં આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. એજન્સીઓને મુઘલ રોડ પાસે ચમરેર દ્વારા આતંકીઓની ઘૂસણખોરીના ઈનપુટ મળ્યા હતા. ત્યારબાદ સુરક્ષાદળોએ ત્યાં ઓપરેશન ચલાવ્યું. આજ સવારથી જ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અહીં અથડામણ ચાલુ છે. 

સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે. જંગલમાં હજુ પણ ત્રણથી ચાર આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. એન્કાઉન્ટર દરમિયાન જ સેનાના ચાર જવાન અને એક જેસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

અનંતનાગમાં 1 આતંકી ઠાર, એક જવાન ઘાયલ
આ બાજુ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણમાં એક આતંકી ઠાર થયો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે અથડામણમાં એક જવાન પણ ઘાયલ થયો છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ટોચના અધિકારીએ જણાવ્યું કે એક વિશેષ સૂચના પર પોલીસ અનંતનાગના ખગુંડ વેરીનાગ વિસ્તારમાં એક ઓજીડબલ્યુ (Over Ground Worker) ને લેવા માટે ગઈ હતી. જેવા સુરક્ષાદળો ત્યાં પહોંચ્યા કે છૂપાયેલા આતંકીઓએ પોલીસટુકડી પર ફાયરિંગ કર્યું અને અથડામણ શરૂ થઈ ગઈ. પોલીસ અધિકારીએ કહ્યું કે ફાયરિંગ દરમિયાન એક અજાણ્યો આતંકી ઠાર થયો. જ્યારે એક સિપાઈને પણ ગોળી વાગી. હાલ તે સારવાર હેઠળ છે. માર્યા ગયેલા આતંકી પાસેથી એક પિસ્તોલ અને એક ગ્રેનેડ મળી આવ્યા છે. 

બાંદીપોરામાં પણ આતંકી ઠાર
આ ઉપરાંત રાજ્યના બાંદીપોરાના હાજિન વિસ્તારના ગુંડજહાંગીરમાં પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે અને સેનાના જવાનોએ એક આતંકીને ઠાર કર્યો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બે થી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. જો કે ઓપરેશન ખતમ થયા બાદ વાસ્તવિક સંખ્યા જાણી શકાશે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More