Home> India
Advertisement
Prev
Next

JNU હિંસા મામલે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણીને દંગ રહી જશો

જેએનયુમાં એબીવીપી (ABVP)  અને લેફ્ટ (LEFT) વિંગના વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા 2-3 દિવસોથી તણાવ ચાલી રહ્યો હતો.

JNU હિંસા મામલે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણીને દંગ રહી જશો

નવી દિલ્હી:  જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જેએનયુમાં એબીવીપી (ABVP)  અને લેફ્ટ (LEFT) વિંગના વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા 2-3 દિવસોથી તણાવ ચાલી રહ્યો હતો. પરંતુ જ્યારે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશનનું સર્વર ડેમેજ કર્યું તો તણાવ વધી ગયો. ત્યારબાદ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો. પેરિયાર હોસ્ટેલ પર ગઈ કાલે લગભગ 4 વાગ્યા બાદ મામલો વધતો ગયો. અંદર લગભગ 10 પોલીસકર્મીઓ સાદા કપડાંમાં હાજર હતાં. તેમની સાથે પણ હાથાપાઈ થઈ. તેનો પીસીઆર કોલ પણ થયો હતો. 

fallbacks

JNU હિંસા એ સરકાર પ્રાયોજિત આતંક અને ગુંડાગીરી, ન્યાયિક તપાસ થવી જોઈએ: કોંગ્રેસ

કોર્ડવર્ડ દ્વારા રચાયું હતું હિંસાનું ષડયંત્ર
સૂત્રોના જણાવ્યાં મુજબ ત્યારબાદ કેટલાક વોટ્સ એપ (Whatsapp) ગ્રુપ બનાવવામાં આવ્યાં અને બદલો લેવાનું પ્લાનિંગ કરાયું. ત્યારબાદ બહારથી નકાબપોશ આવ્યાં અને તેમને કોડ વર્ડ આપવામાં આવ્યાં. જેના દ્વારા હુમલાખોરો પોતાના લોકોની ઓળખ કરી શકે અને તેમની પીટાઈ ન કરી શકે. લગભગ 6 વાગે લાકડી, ડંડાથી લેસ નકાબપોશ ભીડે હુમલો કરવાનું શરૂ કર્યું. તે સમયે અંધારું હતું આથી કોણ 'રાઈટ' અને કોણ 'લેફ્ટ' વાળા છે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. આથી કોડવર્ડ દ્વારા હુમલાખોરોએ કોને મારવા અને કોને ન મારવા તેની ઓળખ કરવાની હતી. 

JNU હિંસા: ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના LG અનિલ બૈજલ સાથે કરી વાત, આપ્યાં મહત્વના નિર્દેશ

7 વાગ્યાની આસપાસ વીસીની પરમીશન લઈને પોલીસ અંદર ગઈ. પરંતુ ત્યાં સુધીમાં તો હુમલાખોરો ભાગી ગયા હતાં. હુમલાખોરોમાં કેટલાક જેએનયુના વિદ્યાર્થીઓ હોવાનું પણ કહેવાય છે. મોટાભાગના બહારના છે. જ્યાં હિંસા થઈ ત્યાં સીસીટીવી કેમેરા પણ પણ લાગેલા નથી. કેટલાક હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે તપાસ
આ બાજુ જેએનયુ હિંસાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યાં બાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી ગઈ છે. અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમને 3 ભાગોમાં વહેંચવામાં આવી છે. બધાનું કામ અલગ અલગ છે. એક યુનિટ હાલ જેએનયુ કેમ્પસમાં હાજર છે. જે કેમ્પસમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ભેગા કરવા પહોંચી છે. આ ફૂટેજ હિંસાની તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. બીજુ યુનિટ ઓળખાયેલા આરોપીઓની ધરપકડ કરવા લાગી છે. 

JNUમાં હિંસા: કેજરીવાલે કહ્યું કે, વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં પણ સુરક્ષીત નથી

ત્રીજુ યુનિટ વાઈરલ વીડિયો અને વોટ્સએપ ગ્રુપમાં હિંસા દરમિયાન વિદ્યાર્થીઓને ઉક્સાવવા અને ભેગા થવાની વાતો કરી રહેલા આરોપીઓની ઓળખ કરી રહી છે. સૌથી મહત્વનું છે નકાબપોશ લોકોની ઓળખ. હાલ તેમાં કોઈ  ખાસ સફળતા તપાસ ટીમને મળી નથી. અધિકારીઓનું કહેવું છે કે કેટલીક ધરપકડ બાદ નકાબપોશના વીડિયોને જોઈને ઓલખ કરવાની કોશિશ કરાશે. 

લેફ્ટ નેતાઓએ ભીડને ઉક્સાવી, હિંસા સમયે અમારો કોઈ વિદ્યાર્થી નહતો-ABVP
આ બાજુ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે થયેલી હિંસાના મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ પોતાનો પક્ષ રજુ  કર્યો છે. એબીવીપીનું કહેવું હતું કે રવિવારે સાંજે થયેલી હિંસામાં અમારો કોઈ વિદ્યાર્થી સામેલ નહતો. એબીવીપીએ કહ્યું કે ડાબેરીઓએ પ્રાયોજિત રીતે હિંસા કરી. વિદ્યાર્થી પરિષદે કહ્યું કે જેએનયુ હિંસામાં જામિયાના પણ કેટલાક લોકો સામેલ છે. 

એબીવીપીનો આરોપ છે કે વામપંથી વિદ્યાર્થી સંગઠન આઈસા (AISA)ના સતીષચંદ્ર યાદવે ભીડે ઉક્સાવી, અને ડંડાથી વિદ્યાર્થીઓની પીટાઈ કરી. ડાબેરી વિદ્યાર્થીઓ સતત જેએનયુમાં ગતિરોધ કર્યા કરતા હતાં. તેમણે રજિસ્ટ્રેશન કરાવી રહેલા વિદ્યાર્થીઓના હાથમાંથી ફોર્મ છીનવીને ફાડી નાખ્યાં. 

fallbacks

(ઈનપુટ-પ્રમોદ શર્મા સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More