Home> India
Advertisement
Prev
Next

Justice DY Chandrachud ભારતના 50માં CJI બન્યા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા શપથ

Justice DY Chandrachud to takes oath as CJI today: જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડે આજે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)ના પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 50માં CJI તરીકે તેમને શપથ લેવડાવ્યા. જસ્ટિસ ચંદ્રચૂડના પિતા પણ દેશના CJI રહી ચૂક્યા છે. તેમના પિતાનો CJI તરીકેનો કાર્યકાળ લગભગ સાત વર્ષ અને ચાર મહિનાનો રહ્યો હતો.

Justice DY Chandrachud ભારતના 50માં CJI બન્યા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા શપથ

જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડે આજે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)ના પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 50માં CJI તરીકે તેમને શપથ લેવડાવ્યા. જસ્ટિસ ચંદ્રચૂડના પિતા પણ દેશના CJI રહી ચૂક્યા છે. તેમના પિતાનો CJI તરીકેનો કાર્યકાળ લગભગ સાત વર્ષ અને ચાર મહિનાનો રહ્યો હતો. જે સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં કોઈ પણ CJI નો અત્યાર સુધીનો સૌથી લાંબો કાર્યકાળ છે. તેઓ 22 ફેબ્રુઆરી 1978થી 11 જુલાઈ 1985 સુધી CJI રહ્યા હતા. 

fallbacks

જસ્ટિસ ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024થી બે વર્ષ માટે CJI ના પદ પર રહેશે. તેમણે જસ્ટિસ ઉદય ઉમેશ લલિત (યુ યુ લલિત)ની જગ્યા લીધી છે. જેમણે 11 ઓક્ટોબરના રોજ જસ્ટિસ ચંદ્રચૂડને પોતાના અનુગામી બનાવવા માટે ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને 17 ઓક્ટોબરના રોજ આગામી CJI નિયુક્ત કર્યા હતા. 

જસ્ટિસ ચંદ્રચૂડની વાત કરીએ તો તેઓનો જન્મ 11 નવેમ્બર 1959ના રોજ થયો હતો. તેમને 13મી મે 2016ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા હતા. તેઓ 29 માર્ચ 2000થી 31 ઓક્ટોબર 2013 સુધી બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ હતા. ત્યારબાદ તેમને અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કરાયા હતા. 

દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજથી અર્થશાસ્ત્રમાં બીએ ઓનર્સ કર્યા બાદ તેમણે કેમ્પસ લો સેન્ટર, દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું અને અમેરિકાની હાર્વર્ડ લો સ્કૂલમાંથી એલએલએમ તથા ન્યાયિક વિજ્ઞાનમાં ડોક્ટરેટની પદવી મેળવી. 

ઐતિહાસિક નિર્ણયો લેનારી અનેક પેનલોનો ભાગ રહ્યા
જસ્ટિસ ચંદ્રચૂડ અનેક બંધારણીય પેનલો અને ઐતિહાસિક ચુકાદા આપનારી સુપ્રીમ કોર્ટની પીઠોનો ભાગ રહ્યા છે. જેમાં અયોધ્યા ભૂમિ વિવાદ, આઈપીસીની કલમ 377 હેઠળ સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવા, આધાર યોજનાની માન્યતા સંલગ્ન મામલા, સબરીમાલા મુદ્દો, સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવા, ભારતીય નેવીમાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવા જેવા નિર્ણયો સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More