Home> India
Advertisement
Prev
Next

ઐતિહાસિક નિર્ણય: જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ હશે દેશનાં પ્રથમ લોકપાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રખ્યાત કાયદા શાસ્ત્રી મુકુલ રોહતગીની પસંદગી સમિતીએ શુક્રવારે તેમના નામ પર પસંદગી ઉતારી હતી

ઐતિહાસિક નિર્ણય: જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ હશે દેશનાં પ્રથમ લોકપાલ

નવી દિલ્હી : ઝડપથી દેશને પ્રથમ લોકપાલ મળવાના છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષની દેશનાં પ્રથમ લોકપાલ બનવાનું સૌભાગ્ય મળ્યું છે. વડાપ્રધાન મોદી, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રખ્યાત કાયદા શાસ્ત્રી મુકુલ રોહતગીની પસંદગી સમિતીએ શુક્રવારે તેમનું નામ પસંદ કર્યું અને તેમની ભલામણ કરી હતી. આ બાબતે સોમવારે અધિકારીક જાહેરાત થાય તેવી શક્યા છે. 

fallbacks

લોકસભામાં વિપક્ષનાં નેતા અને કોંગ્રેસ સભ્ય મલ્લિકાર્જુન ખડગે પણ પસંદગી સમિતીનાં સભ્ય છે, પરંતુ પસંદગી પ્રક્રિયામાં સમાવેશ થયો નહોતો. રિપોર્ટ અનુસાર સરકારે જસ્ટિસ ઘોષની નિયુક્તિ અંગે જોડાયેલી ફાઇલો રાષ્ટ્રપતિ પાસે મોકલી આપી છે. લોકપાલ ભ્રષ્ટાચારની વિરુદ્ધ કામ કરનારી સંસ્થા છે. આ કમિટીમાં એક ચેરમેન, એક ન્યાયીક સભ્ય અને એક બિન ન્યાયીક સભ્ય હોય છે. 

ગોવામાં નવા મુખ્યમંત્રીની શોધ, CM પરિર્કરની બગડી રહેલું સ્વાસ્થય BJPનો ચિંતાનો વિષય

અત્રે ઉલ્લેખનીય છે કે, મલ્લિકાર્જુન ખડગેએ લોકપાલ પસંદગી સમિતીની બેઠકમાં જોડાયાની સરકારની ભલામણને સતત સાતમી વખત ફગાવતા કહ્યું હતું કે, વિશેષ આમંત્રીત સભ્યનાં લોકપાલ પસંદગીની હોસ્સો હોવા અથવા તેની બેઠકમાં જોડાવા માટેનું કોઇ જ પ્રાવધાન નથી. 

ખડગેની નારાજગી
લોકપાલ પસંદગી સમિતીની બેઠક શુક્રવારે થઇ હતી. લોકસભામાં કોંગ્રેસનાં નેતાએ વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે, લોકપાલ અધિનિયમ 2013ની કલમ ચારમા વિશેષ આમંત્રીત સભ્યનાં લોકપાલ પસંદગી સમિતીનો હિસ્સો હોવા અથવા તેની બેઠકમાં જોડાવાનું કોઇ જ પ્રાવધાન થી. ખડગેએ કહ્યું કે, 2014માં સત્તામાં આવ્યા બાદથી મોદી સરકારે લોકપાલ કાયદામાં એવા સંશોધન કરવાનો કોઇ જ પ્રયાસ નથી કર્યું. જેના કારણે વિપક્ષની સૌથી મોટી પાર્ટીનું નેતા પસંદગી સમિતીનાં સભ્ય તરીકે બેઠકમાં જોડાઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More