નવી દિલ્હી : જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર એકાઉન્ટ પરથી પાર્ટીનું નામ હટાવવા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, લોકોના કહેવાથી એમણે આ પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે, જનતાની માંગને આધારે એમણે પોતાના એકાઉન્ટ પર પોતાનો બાયોડેટા નાનો કર્યો છે. કોઇ અન્ય પાર્ટીમાં જવાને લઇને ઉઠી રહેલી અફવા અંગે તેમણે કહ્યું કે, આ તમામ અફવાઓ નિરાધાર છે. તેમણે માત્ર જનતાના કહેવાને આધારે જ આમ કર્યું છે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને વારંવાર પત્ર લખીને સરકારની કાર્યશૈલી અંગે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી ચુકેલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પાર્ટીનું નામ હટાવી સૌને ચોંકાવ્યા હતા. સિંધિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી પાર્ટીનું નામ હટાવી પોતાને સમાજસેવક અને ક્રિકેટ પ્રેમી ગણાવ્યો છે. સાથોસાથ સિંધિયાએ ટ્વિટર એકાઉન્ટથી પાર્ટીનું નામ હટાવતાં જ મધ્ય પ્રદેશના રાજકારણમાં હલચલ વધવા પામી છે અને તેઓના ભાજપ સાથેના જોડાણની અટકળો તેજ થવા લાગી છે.
સિંધિયાએ કોંગ્રેસથી છેડો ફાડવા માટે આ કર્યું હોવાનું ચર્ચાઓ તેજ બની રહી છે. તેમણે પાર્ટીનું નામ હટાવી પોતાને માત્ર સમાજસેવક અને ક્રિકેટ પ્રેમી ગણાવ્યો છે. એક તરફ મહારાષ્ટ્રમાં સરકાર માટે શરૂ થયેલા મહાભારત અંગે આજે રાજકીય હલચલ તેજ બની છે ત્યાં મધ્ય પ્રદેશ ચર્ચામાં આવતાં ત્યાં પણ સરકારમાં નવાજૂનીના એંધાણ જોવાઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે