Home> India
Advertisement
Prev
Next

વિવાદિત નિવેદન પર કમલનાથની વિચિત્ર સ્પષ્ટતા, 'હું પણ આઈટમ, તમે પણ આઈટમ'

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આઈટમવાળા નિવેદન પર સ્પષ્ટતા કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે હાં, મેં આઈટમ કહ્યું. કારણ કે તે અસન્માનજનક શબ્દ નથી. તેમણે કહ્યું કે લોકસભા અને વિધાનસભાની કાર્યસૂચિમાં આઈટમ નંબર લખવામાં આવે છે. 

વિવાદિત નિવેદન પર કમલનાથની વિચિત્ર સ્પષ્ટતા, 'હું પણ આઈટમ, તમે પણ આઈટમ'

ભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આઈટમવાળા નિવેદન પર સ્પષ્ટતા કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે હાં, મેં આઈટમ કહ્યું. કારણ કે તે અસન્માનજનક શબ્દ નથી. તેમણે કહ્યું કે લોકસભા અને વિધાનસભાની કાર્યસૂચિમાં આઈટમ નંબર લખવામાં આવે છે. 

fallbacks

કમલનાથે દગો કર્યાનો લગાવ્યો આરોપ
વિવાદ બાદ કમલનાથે કહ્યું કે "શિવરાજજી તમે કહો છો કે કમલનાથે આઈટમ કહ્યું. હાં મે આઈટમ કહ્યું. કારણ કે આ કોઈ અપમાનજનક શબ્દ નથી. હું પણ આઈટમ છું તમે પણ આઈટમ છો અને આ અર્થમાં આપણે બધા આઈટમ છીએ. લોકસભા અને વિધાનસભાની કાર્યસૂચિમાં આઈટમ નંબર લખવામાં આવે છે. શું તે અપમાનજનક છે? સામે આવો અને મુકાબલો કરો. સહાનુભૂતિ અને દયા ભેગી કરવાની કોશિશ એ જ લોકો કરે છે જેમણે જનતાને દગો કર્યો હોય."

fallbacks

કઈ વાત પર શરૂ થયો વિવાદ
મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણી થઈ રહી છે અને કમલનાથ ડબરામાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ રાજેના સમર્થનમાં પ્રચાર માટે પહોંચ્યા હતાં. પ્રચાર દરમિયાન તેઓ પોતાની મર્યાદા ભૂલ્યા અને ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીને આઈટમ કહી દીધુ. આ બાજુ કોંગ્રેસ નેતા અજય સિંહે જલેબી કહી નાખ્યું. 

ભાજપે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ
ઈમરતી દેવીને લઈને કરાયેલી કમલનાથની ટિપ્પણી પર ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. ભાજપની માગણી છે કે કમલનાથના પેટાચૂંટણી પ્રચાર પર રોક લગાવવામાં આવે. ભાજપે કહ્યું કે મહિલા આયોગ અને અનુસૂચિત જાતિ આયોગમાં પણ કમલનાથની ફરિયાદ કરવામાં આવશે. આ બાજુ ઈમરતી દેવીએ સોનિયા ગાંધીને કમલનાથને પાર્ટીમાંથી કાઢવાની માગણી કરી છે. 

ભાજપના પ્રદેશ મહામંત્રી કવિતા પાટીદારે કહ્યું કે કમલનાથે નારી જીતિની સાથે અનુસૂચિત જાતિનું પણ અપમાન કર્યું છે. આ બાજુ કોંગ્રેસ પૂર્વ સીએમ કમલનાથને બચાવવામાં લાગી છે અને સીધે સીધુ નકારી રહી છે કે કમલનાથે એવી કોઈ ભાષાનો ઉપયોગ કર્યો નથી. તેઓ આવી ભાષા બોલી જ ન શકે. 

શિવરાજ સિંહે ગણાવ્યું મધ્ય પ્રદેશની દીકરીઓનું અપમાન
કમલનાથના નિવેદન પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ નિશાન સાધ્યું છે અને ભોપાલમાં બે કલાકના મૌન ધરણા પર બેઠા છે. તેમણે કહ્યું કે આ ફક્ત ઈમરતી દેવીનું નહીં પરંતુ મધ્ય પ્રદેશની દીકરીઓ/બહેનોનું પણ અપમાન છે. કમલનાથ એક પુત્રી માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. જેણે આટલા લાંબા સમય સુધી કોંગ્રેસની સેવા કરી. આ એ જ દેશ છે, જ્યાં દ્રોપદીનો અનાદર કરતા મહાભારત થયું હતું. લોકો આ સહન નહીં કરે. તેમને શરમ આવવી જોઈએ. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

સોનિયા ગાંધીને લખ્યો પત્ર
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પૂછ્યું છે કે આ મામલે કમલનાથ પર શું કાર્યવાહી થઈ? તેમણે પત્રમાં લખ્યું કે સોનિયાજી તમે પણ બહેન છો, માતા પણ અને પુત્રી પણ છો. શું બહેન પર આવી ટિપ્પણી શોભા આપે? શું તમારા નેતા અને પ્રદેશના અધ્યક્ષ દ્વારા કરાયેલી ટિપ્પણી તમે જાણતા નથી? શું ગરીબ બહેનની કોઈ ઈજ્જત નથી? સોનિયાજી હું તમને પૂછવા માંગુ છું કે શું તમે આવા નિર્લજ્જ નેતાને પાર્ટીમાંથી કાઢશો, શું કાર્યવાહી કરશો?

તેમણે ભોપાલમાં મૌન ધરણા દરમિયાન કહ્યું કે આ પ્રકારનું અપમાન ફરીથી ન થાય, આવો કોઈ કમલનાથ ન થાય. એટલે અમે ઉપવાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે બેશરમીની હદ છે અને તેઓ અર્થ સમજાવી રહ્યા છે કે તેઓ પણ આઈટમ, હું પણ આઈટમ. કમલનાથજી આ ખુબ ખોટું છે. મને લાગ્યું કે કઈંક નિવેદન આવશે, તમે માફી માંગશો પરંતુ નિર્લજ્જતાની હદ છે. શિવરાજને નારિયેળ લઈને ફરનારા કહો, ગાળ આપો, રૂઢિવાદી કહો, મને કોઈ ફરક પડતો નથી. પરંતુ એક બહેનનું અપમાન. જનતા ક્યારેય માફ નહીં કરે. હું પણ મુખ્યમંત્રી રહ્યો, પૂર્વ મુખ્યમંત્રી પણ રહ્યો પરંતુ આ પ્રકારની માનસિકતા ક્યારેય જોઈ નથી. 

બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More