ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે તેઓ કથિત રીતે બેંગ્લુરુ અને અન્ય શહેરોમાં રાખવામાં આવેલા કોંગ્રેસના 22 ધારાસભ્યોની 'મુક્તિ' સુનિશ્ચિત કરે. જેથી કરીને તેઓ વિધાનસભાના સત્રમાં સામેલ થઈ શકે. આ બધા વચ્ચે રાજ્યપાલે એવો પણ આદેશ આપ્યો છે કે મધ્ય પ્રદેશમાં સરકાર 16મી માર્ચે બહુમત સાબિત કરે એટલે કે સોમવારે ફ્લોર ટેસ્ટનો આદેશ અપાયો છે.
MP માં રાજકીય હલચલ શરૂ, સિંધિયા સમર્થક 6 ધારાસભ્યોના રાજીનામા મંજૂર, કમલનાથ સરકારમાં હતા મંત્રી
મીડિયામાં બહાર પાડવામાં આવેલા પોતાના ચાર પાનાના પત્રમાં કમલનાથે કહ્યું છે કે તમે કૃપા કરીને કેન્દ્રીય ગૃહમંત્રી હોવાના નાતે તમારી શક્તિઓનો ઉપયોગ કરો જેથી કરીને કોંગ્રેસના 22 બંધક બનાવવામાં આવેલા વિધાયકો સુરક્ષિત રીતે મધ્ય પ્રદેશ પાછા પહોંચી શકે અને 16 માર્ચથી શરૂ થનારા વિધાનસભા સત્રમાં વિધાયક તરીકે પોતાના કર્તવ્યો અને જવાબદારીઓને નિર્ભયતાથી કે લાલચ વગર નિભાવી શકે.
કમલનાથે 3 માર્ચ 2020 બાદ મધ્ય પ્રદેશમાં થઈ રહેલા ઘટનાક્રમનો વિસ્તૃત રીતે ઉલ્લેખ કરતા ગૃહમંત્રીને પત્ર લખ્યો અને ધારાસભ્યોની મુક્તિ માટે ભલામણ કરી. તેમણે કહ્યું કે રાજ્યપાલ દ્વારા મને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જે વિધાયકો વિધાનસભા અધ્યક્ષ સમક્ષ સુનાવણીમાં ભાગ લે તેમની સુરક્ષાનો ભાર સીઆરપીએફને સોંપાવવો જોઈએ.
મધ્ય પ્રદેશઃ રાજ્યપાલને મળ્યા શિવરાજ સિંહ, 16 માર્ચ પહેલા ફ્લોર ટેસ્ટની માગ
તેમણે પત્રમાં લખ્યું કે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી હોવાના નાતે તમામ નાગરિકો કે જેમાં વિધાયકો પણ સામેલ છે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી મારા પર છે. હું તમને ખાતરી અપાવું છું કે જો કર્ણાટક પોલીસ દ્વારા આ 22 ધારાસભ્યોને છોડી મૂકવામાં આવશે તો હું રાજ્ય સરકાર તરફથી ઉચ્ચ સુરક્ષા વ્યવસ્થા તેમના માટે સુનિશ્ચિત કરીશ જેથી કરીને તેઓ કોઈ પણ ડર વગર પોતાની વાત વિધાનસભા અધ્યક્ષ સામે રજુ કરી શકે અને વિધાનસભાની આગામી દિવસોમાં થનારી વિવિધ કાર્યવાહીમાં પણ સામેલ થઈ શકે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે સોમવારથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે. પરંતુ તે અગાઉ ફ્લોર ટેસ્ટ થશે. કમલનાથ સરકાર પર સંકટના વાદળો છવાયેલા છે. જોવાનું એ રહેશે કે આ બળવાખોર ધારાસભ્યો વિધાનસભામાં હાજર થાય છે કે નહીં. જો હાજર ન થાય તો સ્પીકર તેમને અયોગ્ય ગણાવે છે કે પછી કમલનાથ સરકાર તેમને પાર્ટીમાંથી કાઢી મૂકે છે કે નહીં. હાલ તો ભાજપમાં ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં આગળ શું થશે તે તો ફ્લોર ટેસ્ટ બાદ જ સ્પષ્ટ થશે.
(ઈનપુટ-ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે