લખનઉ: કમલેશ તિવારી હત્યાકાંડમાં શનિવારે મોડી સાંજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ હત્યારાઓએ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી પર તિક્ષ્ણ અને ધારદાર હથિયારથી તાબડતોબ 13 વાર કર્યા હતાં. હત્યારાઓએ કમલેશ પર ગોળી પણ છોડી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ કમલેશને ડાબી બાજુ 8 અને જમણી તરફ 2 તથા પાછળની તરફ 3વાર ચાકૂથી વાર કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ એક ગોળી મોઢા પર છોડી જે જડબાને ચીરીને પીઠમાંથી નીકળી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કમલેશ તિવારીનો મોબાઈલ નંબર અને ઘરનું એડ્રેસ સરળતાથી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ હતું. જેના કારણે હત્યારાઓને તેમના સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડી.
2015ના એક ભડકાઉ ભાષણને કારણે થઈ કમલેશ તિવારીની હત્યા : યુપી DGP
આ બાજુ પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે કેટલાક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં પ્રમાણે મળવા આવેલા લોકો આંતરજાતીય ધાર્મિક વિવાહ કરવાની વાત કરી રહ્યાં હતાં. તે જ દરમિયાન ચા-સિગારેટનું સેવન થયું જેથી કરીને અંધારામાં રાખી શકાય. હત્યારાઓએ આવું એટલા માટે કર્યું કારણ કે તક મળતા જ હુમલો થઈ શકે. આ સાથે જ કમલેશ તિવારીની કોલ ડિટેલ પણ ચેક કરવામાં આવી. કમલેશ તિવારીને છેલ્લે ફોન કરનાર વ્યક્તિ એ ફરાર આરોપી છે.
જુઓ LIVE TV
છેલ્લે મળેલી માહિતી મુજબ જે સીસીટીવી ફૂટેજ જાહેર થયા હતાં તેમાં ભગવા કપડાધારણ કરેલા બે આરોપીઓની સાથે જે મહિલા જોવા મળી હતી તેની ભાળ મળી છે. મહિલા લખનઉના મડિયાવની રહીશ શહનાઝ બાનો છે. આ મહિલાનું કહેવું છે કે હત્યારાઓએ તેને સરનામું પૂછ્યું હતું. જેનો તેણે જવાબ આપતા કહ્યું હતું કે તેને ખબર નથી. મહિલાની પણ પૂછપરછ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે