Home> India
Advertisement
Prev
Next

Kangana Ranaut ને મળી Y શ્રેણીની સુરક્ષા, અભિનેત્રીએ કહ્યું- 'ભારતની દીકરીના આત્મસન્માનની લાજ રાખી'

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને વાય શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપી છે. હકીકતમાં કંગના રનૌત અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની શિખામણ આપી હતી. જેના પર કંગનાએ મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો. 

Kangana Ranaut ને મળી Y શ્રેણીની સુરક્ષા, અભિનેત્રીએ કહ્યું- 'ભારતની દીકરીના આત્મસન્માનની લાજ રાખી'

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (kangana ranaut) ને વાય શ્રેણી (Y security) ની સુરક્ષા પ્રાપ્ત થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપી છે. હકીકતમાં કંગના રનૌત અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની શિખામણ આપી હતી. જેના પર કંગનાએ મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો. કંગનાને મુંબઇ પાછા ન ફરવાની ધમકીઓ મળતા તેના પિતાએ હિમાચલ પ્રદેશ સરકાર પાસે પોલીસ સુરક્ષા માંગી હતી. તે 9 સપ્ટેમ્બરે મુંબઇ જવાની છે. હવે કંગનાએ કેન્દ્ર સરકારની આ સુરક્ષા બદલ ટ્વીટ કરીને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો છે. 

fallbacks

સુશાંતે મોતના એક દિવસ અગાઉ કર્યું હતું આ મહત્વનું કામ, કેરટેકરે કર્યો ખુલાસો

કંગનાની સુરક્ષામાં 11 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. કહેવાય છે કે 9મી સપ્ટેમ્બરે જ્યારે કંગના મુંબઇ પહોંચશે ત્યારે તેને વાય શ્રેણીની સુરક્ષા મળી જશે. Y કેટેગરીની સુરક્ષા વ્યવસ્થામાં દેશના એ વીઆઈપી લોકો આવે છે જેમને આ સુરક્ષા હેઠળ 11 સુરક્ષાકર્મી મળે છે. જેમાંથી 1 કે 2 કમાન્ડો અને 2 પીએસઓ પણ સામેલ હોય છે. આ અગાઉ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ કંગના રનૌતને સુરક્ષા આપવાની વાત કરી હતી. ઠાકુરે કહ્યું હતું કે કંગના રનૌતના પિતાએ લેખિતમાં પોલીસ સુરક્ષાની માગણી કરી છે. મેં DGPને આ અંગે વાત કરી છે. તેમનો મુંબઇ જવાનો કાર્યક્રમ 9 સપ્ટેમ્બરનો છે. 

વાય શ્રેણીની સુરક્ષા મળ્યા બાદ કંગના રનૌતે કહ્યું કે "આ પ્રમાણ છે કે હવે કોઈ દેશભક્ત અવાજને કોઈ ફાસીવાદી કચડી શકશે નહીં. હું અમિત શાહજીની આભારી છું. તેઓ ઈચ્છત તો સ્થિતિ જોતા મને થોડા દિવસ બાદ મુંબઇ આવવાની સલાહ આપત પરંતુ તેમણે ભારતની એક દીકરીના વચનોનું માન રાખ્યું, અમારા સ્વાભિમાન અને આત્મસન્માનની લાજ રાખી. જય હિન્દ."

કંગનાને પછાડવાની લ્હાયમાં શિવસેના નેતાએ અચાનક 'અમદાવાદ'નો ઉલ્લેખ કરતા મોટો વિવાદ, જાણો શું કહ્યું?

હકીકતમાં ખુબ ચર્ચિત સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંગના રનૌતે શરૂથી પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. તેણે બોલિવૂડ માફિયા, નેપોટિઝમ અને હવે ડ્રગ્સ મુદ્દે ખુલીને પોતાની વાત રજુ કરી છે. કંગનાના આ નિવોદનના કારણે સેલિબ્રિટીના નિશાને તો તે આવી જ ગઈ પરંતુ સાથે સાથે કેટલાક રાજકીય પક્ષોની સાથે પણ શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું. 

કંગના સાથેના શાબ્દિક યુદ્ધમાં શિવસેનાના નેતાએ અમદાવાદનો ઉલ્લેખ કરીને 'કાચુ કાપ્યું'?

આ જ કડીમાં કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. મુંબઇ પોલીસને લઈને આપેલા એક નિવેદન બાદ શિવસેના કંગના પર આક્રમક તેવર દેખાડવા લાગી. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની સલાહ આપી દીધી તો કંગનાએ તેમને મુંબઇમાં આવવાનો પડકાર ફેંકી દીધો. ત્યારબાદ કંગનાએ એક વીડિયો શેર કરીને કહ્યું પણ ખરું કે સંજય રાઉતનો અર્થ મહારાષ્ટ્ર નથી. 

કંગનાની ઓપન ચેલેન્જ, '9મીએ આવું છું મુંબઇ, કોઈના બાપમાં તાકાત હોય તો રોકે'

આ વીડિયોમાં કંગના કહે છે કે દેશમાં મહિલાઓ સાથે રેપ થાય છે, તેમના પર એસિડ ફેંકાય છે, આ બધુ એટલા માટે થઈ શકે છે કારણ કે સમાજની સોચ ખરાબ છે, કંગનાએ સંજય રાઉતને પણ આ જ સોચથી પ્રભાવિત ગણાવ્યાં. કંગનાએ સંજય રાઉત પર આરોપ  લગાવી દીધો કે તેમણે દરેક મહિલાનું અપમાન કર્યું છે. તેમણે દેશની દિકરીને ગાળ આપી છે. 

કંગનાએ તો હવે તે સમયને પણ યાદ કરી લીધો કે જ્યારે આમિર ખાન અને નસીરૂદ્દીન શાહે કહ્યું હતું કે તેમને દેશમાં રહેતા ડર લાગે છે. તે નિવેદનોને યાદ કરતા કંગના કહે છે કે જ્યારે આમિર અને નસીરૂદ્દીન દેશ વિરુદ્ધ કહેતા હતાં ત્યારે તો કોઈએ તેમને ગાળ નહતી આપી. તો પછી મે જ્યારે મારી અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કર્યો તો મને કેમ ગાળ આપવામાં આવી? 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More