Home> India
Advertisement
Prev
Next

કોરોના: આ વર્ષે નહી નિકળે કાવડ યાત્રા, આ ત્રણ રાજ્યોએ લીધો નિર્ણય

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે આ વિશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે વીડિયો કોન્ફ્રેસ ના માધ્યમથી વાત કરી કરી.

કોરોના: આ વર્ષે નહી નિકળે કાવડ યાત્રા, આ ત્રણ રાજ્યોએ લીધો નિર્ણય

દહેરાદૂન: વૈશ્વિક મહામારી Covid-19ને ધ્યાનમાં રાખતાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મુખ્યમંત્રી વચ્ચે આ વર્ષે કાવડ યાત્રા ન કરવાને લઇને નિર્ણયને શનિવારે સામાન્ય સહમતિ બની ગઇ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે આ વિશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે વીડિયો કોન્ફ્રેસ ના માધ્યમથી વાત કરી કરી. તમામે સહમતિ વ્યક્ત કરી કે વાર્ષિક કાવડા યાત્રા આ વર્ષે રદ કરવી જોઇએ. 

fallbacks

અત્રે ઉલ્લેખનીય છે કે કાવડ યાત્રા દરમિયાન હરિદ્વારમાં શિવ ભક્તોની ભારે ભીડ જામે છે. હરિદ્વારમાં મોટી સંખ્યામાં કાવડીયાને એકત્ર થતાં રોકવા માટે સંતો અને મહાત્માઓએ પણ યાત્ર કરવાનું સમર્થન કર્યું છે. 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે તેમણે ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી, જેમણે આ વિશે સમજી વિચારીને નિર્ણય લેવા માટે કહ્યું હતું. મુખ્યમંત્રી રાવતે આ મુદ્દે જલદી જ પંજાબ, દિલ્હી તથા રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે વાત કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More