Home> India
Advertisement
Prev
Next

કારગિલ વિજય દિવસ: 'જેમણે દેશની રક્ષા કરી તે વીરોને સેલ્યુટ, જે પાછા ન ફરી શક્યા તેમને શ્રદ્ધાંજલિ'

કારગિલ વિજય દિવસના 26 જુલાઈના રોજ 20 વર્ષ પૂરા થયા. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે 1999માં કારગિલની પહાડીઓ પર આપણી સશસ્ત્ર સેનાઓના પરાક્રમ પ્રત્યે રાષ્ટ્ર કૃતજ્ઞતા પ્રગટ કરે છે. આપણે દેશની રક્ષા કરનારા તે વીરોના શૌર્યને સલામ કરીએ છીએ, જે નાયક પાછા નથી  ફરી શક્યા તેમના પ્રત્યે હંમેશા ઋણી રહીશું. જય હિન્દ. 

કારગિલ વિજય દિવસ: 'જેમણે દેશની રક્ષા કરી તે વીરોને સેલ્યુટ, જે પાછા ન ફરી શક્યા તેમને શ્રદ્ધાંજલિ'

નવી દિલ્હી: કારગિલ વિજય દિવસના 26 જુલાઈના રોજ 20 વર્ષ પૂરા થયા. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે 1999માં કારગિલની પહાડીઓ પર આપણી સશસ્ત્ર સેનાઓના પરાક્રમ પ્રત્યે રાષ્ટ્ર કૃતજ્ઞતા પ્રગટ કરે છે. આપણે દેશની રક્ષા કરનારા તે વીરોના શૌર્યને સલામ કરીએ છીએ, જે નાયક પાછા નથી  ફરી શક્યા તેમના પ્રત્યે હંમેશા ઋણી રહીશું. જય હિન્દ. 

fallbacks

શૌર્યના 20 વર્ષ: કારગિલ યુદ્ધ...જ્યારે ભારતીય સેનાએ જીત્યું દુનિયાનું સૌથી મુશ્કેલ યુદ્ધ

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધની કેટલીક તસવીરો શેર કરતા લખ્યું કે 1999માં મને ત્યાં જવાની તક મળી હતી. તે વખતે જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં પાર્ટીનું કામ કરતો હતો. તે વખતે કારગિલ જવું અને ત્યાં સૈનિકો સાથે વાતચીત કરવી એ અવિસ્મરણિય અનુભવ છે. 

કારગિલ દિવસના અનુસંધાનમાં આજે કાશ્મીરના દ્રાસમાં સમારોહનું આયોજન થયું છે જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાગ લેશે. 26 જુલાઈ 1999ના રોજ ભારતે પાકિસ્તાનને કારગિલની ચોટીઓ પરથી  ખદેડીને તિરંગો લહેરાવ્યો હતો. 

જુઓ LIVE TV

60 દિવસ સુધી ચાલ્યું હતું કારગિલ યુદ્ધ
કારગિલ યુદ્ધ લગભગ 60 દિવસ સુધી ચાલ્યું હતું. 26 જુલાઈના રોજ તેનો અંત થયો. ભારતીય સેના અને વાયુસેનાએ પાકિસ્તાનના કબ્જાવાળી જગ્યાઓ પર હુમલો કર્યો. આ યુદ્ધ ઊંચાણવાળા વિસ્તારમાં થયું હતું. બંને દેશોની સેનાઓને લડવામાં ખુબ મુશ્કેલીઓ પડી હતી. પાકિસ્તાની ઘૂસણખોરો વિરુદ્ધ સેના તરફથી કરાયેલી કાર્યવાહીમાં ભારતીય સેનાના 527 જવાનો શહીદ થયા હતાં. જ્યારે લગભગ 1363 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતાં. આ યુદ્ધમાં પાકિસ્તાનના 3000 જેટલા સૈનિકો માર્યા ગયા હતાં.

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More