બેંગ્લુરુ : આજે કર્ણાટક (karnataka)માં પંદર બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર કર્ણાટકની ભાજપ (BJP) સરકારનો મદાર છે. હાલની યેદ્દીયુરપ્પાની સરકારને બચાવવા અને કોંગ્રેસ-જદ-એસ ફરીથી સત્તામાં આવવા માટે પંદર પૈકીની ઓછામાં ઓછી છ બેઠકો ભાજપને જીતવી પડશે. આ પંદર બેઠકો માટે સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણીમાં 37.78 લાખ મતદારો વોટિંગ કરશે.
Maharashtra : મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક ડખો, એક મોટા નેતાનો દેવેન્દ્ર ફડણવીસ સામે મોરચો
આ પેટાચૂંટણી અઠાની, કગવાડ, ગોકક, યેલાપુર, રાનીબેન્નુર, વિજયનગર, ચેકબેલાપુર, કે.આર. પુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, શિવાજીનગર, હોસાકોટે, કે.આર. પેટે અને હુનસુર સીટ પર યોજાઈ રહી છે.
મોદી સરકારના મંત્રીના PHOTOS ઈન્ટરનેટ પર વાઈરલ, દોડતા દોડતા સંસદ ભવન પહોંચ્યા
#Bengaluru: Voting for by-election to Shivaji Nagar Constituency, underway at BBMP PU College and High School, Tasker Town. #KarnatakaByelection pic.twitter.com/IQ3sL07l7G
— ANI (@ANI) 5 December 2019
કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ-યુના 17 ધારાસભ્ય એ બળવો કરતાં તેઓ ગેરલાયક ઠેરવાતા તેમની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. બળવાના કારણે કોંગ્રેસ-જદયુની સરકાર પડી ભાંગી હતી અને ભાજપની સરકાર બની હતી.
#KarnatakaByelection: People queue up at a polling station in Hoskote, to cast their votes. pic.twitter.com/Q0uxLb6Txv
— ANI (@ANI) 5 December 2019
કર્ણાટક વિધાનસભામાં કુલ 207 ધારાસભ્યો છે જેમાંથી 104 ભાજપના છે અને એટલે ભાજપ બહુમતી ધરાવે છે. જોકે 15 સીટના પરિણામ પછી કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 222 થઈ જશે. આ સંજોગોમાં ભાજપને બહુમત માટે 113 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. કર્ણાટકમાં હાલમાં કોંગ્રેસના 65 અને જેડીએસના 34 ધારાસભ્યો છે. આ બંનેના મળીને 99 ધારાસભ્યો છે. આમ, જો કોંગ્રેસ અને જેડીએસ ભાજપને સત્તામાંથી દૂર રાખવા ઇચ્છતી હોય તો તેમણે તમામ 15 સીટ પર જીત મેળવવી પડશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે