Home> India
Advertisement
Prev
Next

કર્ણાટકમાં વિભાગોની વહેંચણી: કુમાર સ્વામીએ 11 વિભાગો રાખ્યા

જી.પરમેશ્વરને ગૃહ વિભાગ સોંપવામાં આવ્યું: જો કે કોંગ્રેસ કમિટીનાં કાર્યવાહક અધ્યક્ષ એમ.બી પાટિલ સાથે અસંતોષી દળ દિલ્હી જવા રવાના

કર્ણાટકમાં વિભાગોની વહેંચણી: કુમાર સ્વામીએ 11 વિભાગો રાખ્યા

બેંગ્લુરૂ : કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકારમાં ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે મુક્યમંત્રી એચડી કુમારસ્વામીએ મંત્રાલયની વહેંચણી કરી દીધી છે. તેમણે નાણા, ગુપ્તચર, સુચના અને જનસંપર્ક, ઉર્જા અને કપડા સહિત 11 વિભાગોએ પોતાની પાસે રાખ્યા છે. કોંગ્રેસનાં રમેશ જરકીહોલીને મ્યુનિસિપૈલિટી વિભાગ, સી પુત્તરંગા શેટ્ટીને પછાત વર્ગ કલ્યાણ વિભાગ અને જયમાલાને મહિલા અને શિશુ વિકાસ અને કન્નડ કલ્ચર વિભાગ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત જેડીએસનાં વેંકટરાવને પશુપાલન વિભાગ અને અપક્ષ આર.શંકરને વન અને પર્યાવરણ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. 

fallbacks

અગાઉ બુધવારે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકારના કેબિનેટનો વિસ્તાર થયો હતો. મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામી અને પુર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની હાજરીમાં રાજ્યપાલ વજુભાઇ વાળાએ કેબિનેટનાં 25 ધારાસભ્યોને મંત્રીપદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. કર્ણાટક કેબિનેટમાં જેડીએસનાં નવ અને કોંગ્રેસનાં 14 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. બીજી તરફ માયાવતીની પાર્ટી બસપાના એકમાત્ર ધારાસભ્ય અને એક અપક્ષને પણ કેબિનેટમાં સ્થાન અપાયું છે. 

બીજી તરફ મંત્રી નહી બનાવવાનાં કારણે નારાજ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યવાહક અધ્યક્ષ એમબી પાટિલને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા બોલાવાયા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે. પાટિલનાં સમર્થનમાં પાર્ટીના સાતથી આઠ ધારાસભ્ય છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ નારાજ ધારાસભ્યો પણ પાટિલ સાથે દિલ્હી જવા માટે રવાના થયા છે. 

પુર્વ મંત્રી એમબી પાટિલને લિંગાયતનાં મોતા નેતા માનવામાં આવે છે. તેઓ કેબિનેટમાં સ્થાન નહી આપી શકવાનાં કારણે નારાજ છે. પાટિલ સિંચાઇ મંત્રાલયની માંગ કરી રહ્યા હતા. તેમને કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ પદનાં દાવેદાર પણ માનવામાં આવી રહ્યા છે. પાટિલ આ મુદ્દે પણ નારાજ છે કે ભાજપ દ્વારા ફેલાવાયેલા તે અઠવાને કોંગ્રેસ મહત્વ આપી રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, લિંગાયત મત્તનાં કારણે કોંગ્રેસ ચૂંટણીમાં હાર્યા.

પાટિલનાં એક  નજીકનાં નેતાનું કહેવું છે કે કોંગ્રેસે લિંગાયત બહુલ 90માંથી 42 સીટો જીતી છે, જ્યારે વર્ષ 2008માં પાર્ટી માત્ર 26 સીટો પર જ જીતી હતી. તે સમયે ચૂંટણી લિંગાયતની અસ્મિતા મુદ્દે લડાયો હતો. તે ઉપરાંત વર્ષ 2013માં લિગાયત મત્ત વહેંચાઇ ગયો હતો. ત્યારે 56 સીટો પર જીત્યા. આ દ્રષ્ટીએ લિંગાયત બહુમતી વિસ્તારમાં આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ નહોતું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More