બેંગલુરુ: કર્નાટકની રાજનીતિમાં સોમવારનો દિવસ ફરી એકવાર મહત્વનો સાબિત થવા જઇ રહ્યો છે. બીએસ યેદુરપ્પા રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચોથી વાર શપથ લઇ ચૂક્યા છે. સરકાર ટકાવી રાખવા માટે તેમણે બહુમત સાબિત કરવી જરૂરી છે. એવામાં તેમણે જાહેરાત કરી છે, કે તે સોમવારે સવારે 10 વાગ્યે વિશ્વાસમત સાબિત કરશે.
આ પહેલા રવિવારે બેગલુરુમાં Chancery Pavilion હોટલમાં બીજેપીના ધારાસભ્યોની એક બેઠક થઇ રહી છે. જેમાં મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પા અને જગદીશ શેટ્ટાર જેવા નેતા પહોંચ્યા છે.
બીજેપીની પાસે અત્યારે 105 ધારાસભ્યોનું સમર્થન છે. તે રાજ્યની સૌથી મોટી પાર્ટી છે, પરંતુ બહુમતના આંકડાથી થોડી દૂર છે. રાજ્યની વિધાનસભામાં 224 ધારાસભ્યો છે. એવામાં બહુમત મેળવાવા 113 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસ અને જેડીએસના કુલ મળીને 17 જેટલા ધારાસભ્યો બગાવત કરી ચૂક્યા છે. વિધાનસભાના સ્પિકર તેમને આયોગ્ય પણ જાહેર કરી ચૂક્યા છે. હવે જો તે લોકો વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ ન લે તો ભાજપ સહેલાઇથી વિશ્વાસ મત મેળવી લેશે.
Pratap Gowda Patil (disqualified rebel Congress MLA): My dear voters&my ppl of Maski assembly constituency, I assure you of getting justice in Supreme Court after Karnataka Speaker KR Ramesh Kumar disqualified us from the assembly. No need to worry, we will get justice in SC soon pic.twitter.com/rXd3Z9yFRk
— ANI (@ANI) July 28, 2019
જુઓ LIVE TV :
બીજી બાજુ વિધાનસભાના સ્પીકરે કોંગ્રેસ અને જેડીએસના બાગી ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા છે. હવે આ મામલે ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટનો સહારો લીધો છે. અયોગ્ય ઠેરવેલા તમામ ધારાસભ્યોમાંથી એક પ્રતાપ ગૌડા પાટિલે કહ્યું કે, હુ વિધાનસભામા મારા લોકોને એ વાતની પૃષ્ટી કરુ છું કે, આપણને સુપ્રિમ કોર્ટમાંથી ન્યાય મળશે. એમાં ચિંતા કરવાની કોઇ જરૂર નથી આપણો વિજય થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે