Home> India
Advertisement
Prev
Next

કોરોનાકાળમાં આ રાજ્યમાં પ્લાઝમા ડોનેટ કરનારને સરકાર આપશે 5000 રૂપિયા ઈનામ

કોરોના વાયરસ(Corona Virus) ના સંક્રમણના વધતા કેસો વચ્ચે પ્લાઝમાની ડિમાન્ડ વધી ગઈ છે. કોરોના પોઝઇટિવ લોકોના જીવ બચાવવા માટે હાલના દિવસોમાં પ્લાઝમા થેરાપી જ સૌથી વધુ મદદગાર સાબિત થઈ રહી છે. આ બધા વચ્ચે આ રાજ્યની સરકારે લોકોને પ્લાઝમા ડોનેટ કરવાના બદલામાં ઈનામ આપવાનો પણ નિર્ણય લીધો છે. હવે તમે પ્લાઝમા દાન કરીને જાન તો બચાવી જ શકશો પરંતુ સાથે સાથે 5000 રૂપિયાનું ઈનામ પણ ઘરે લઈ જશો. 

કોરોનાકાળમાં આ રાજ્યમાં પ્લાઝમા ડોનેટ કરનારને સરકાર આપશે 5000 રૂપિયા ઈનામ

નવી દિલ્હી: કોરોના વાયરસ(Corona Virus) ના સંક્રમણના વધતા કેસો વચ્ચે પ્લાઝમાની ડિમાન્ડ વધી ગઈ છે. કોરોના પોઝઇટિવ લોકોના જીવ બચાવવા માટે હાલના દિવસોમાં પ્લાઝમા થેરાપી જ સૌથી વધુ મદદગાર સાબિત થઈ રહી છે. આ બધા વચ્ચે આ રાજ્યની સરકારે લોકોને પ્લાઝમા ડોનેટ કરવાના બદલામાં ઈનામ આપવાનો પણ નિર્ણય લીધો છે. હવે તમે પ્લાઝમા દાન કરીને જાન તો બચાવી જ શકશો પરંતુ સાથે સાથે 5000 રૂપિયાનું ઈનામ પણ ઘરે લઈ જશો. 

fallbacks

આ રાજ્યમાં શરૂ થઈ યોજના
કર્ણાટકમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે પ્રત્યેક પ્લાઝમા ડોનરને પ્રોત્સાહન રાશિ તરીકે 5000 રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. મેડિકલ શિક્ષણ મંત્રી કે.સુધાકરે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 17390 લોકો સંક્રમણ મુક્ત થયા છે. જેમાંથી 4992 લોકો બેંગ્લુરુના છે. તેમણે સંક્રમણ મુક્ત થઈ ચૂકેલા દર્દીઓને પોતાના પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી. સુધાકરે કહ્યું કે કૃપા કરીને તેને હળવામાં ન લો. અમે ડોનરને 5000 રૂપિયાની પ્રોત્સાહન રકમ પણ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે કૃપા કરીને સ્વેચ્છાથી આગળ આવીને પ્લાઝમા ડોનેટ કરીને દર્દીઓને સ્વસ્થ થવામાં મદદ કરો. 

Corona Update: દેશમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં 32 હજાર કરતા વધુ દર્દીઓ નોંધાયા

ઓડિશામાં પણ ખુલી પ્લાઝમા બેંક
ઓડિશા સરકારે પણ પોતાના ત્યાં પ્લાઝમા બેંક ખોલી છે. રાજ્યના મુખ્યમંત્રી નવિન પટનાયકે કટકના એસસીબી મેડિકલ કોલેજમાં પ્લાઝમા બેંકનું ઉદ્ધાટન કર્યું. 

જુઓ LIVE TV

દિલ્હીમાં ખુલી બીજી પ્લાઝમા બેંક
દિલ્હીના ઈન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલેરી સાયન્સિસ (ILBS) માં દેશની પહેલી પ્લાઝમા બેંક ખોલવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી સરકારે એલએનજેપી હોસ્પિટલમાં પણ પ્લાઝમા બેંક  (Plasma Bank)  ખોલી છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More