બેંગલુરૂઃ પીડિતાએ તેની સાથે લગ્ન કરવાનો ઈરાદો વ્યક્ત કર્યા પછી કર્ણાટક હાઈકોર્ટે બળાત્કાર અને બાળકોના જાતીય અપરાધોના રક્ષણ અધિનિયમ (POCSO) હેઠળ આરોપી વિરુદ્ધ નોંધાયેલ કેસને ફગાવી દીધો. પીડિતા, જે ગુના સમયે સગીર હતી, તે હવે પુખ્ત બની ગઈ છે. કોર્ટે એક મહિનામાં લગ્ન કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો. પીડિતા અને તેના પિતા જસ્ટિસ હેમંત ચંદનગૌદરની કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન, તેણે એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે તેમને કાર્યવાહી (આરોપી વિરુદ્ધ) બરતરફ કરવા સામે કોઈ વાંધો નથી.
પીડિતા ઉંમર પ્રમાણે હવે પુખ્ત
એફિડેવિટમાં કહેવામાં આવ્યું કે પીડિતા ઉંમર પ્રમાણે હવે પુખ્ત છે. તેના હવાલાથી એફિડેવિટમાં કહેવામાં આવ્યું કે હું અરજીકર્તા સાથે પ્રેમ સંબંધમાં છું. હું તેની સાથે લગ્ન કરવા અને તેની સાથે ખુશ લગ્નજીવન પસાર કરવા ઈચ્છુ છું. તે પણ આ વાત માટે રાજી છે. તેમાં તેના હવાલાથી કહેવામાં આવ્યું કે એફિડેવિટના માધ્યમથી હું અરજીકર્તાની સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા પ્રગટ કરુ છું. મને આ અરજીને અદાલત તરફથી અરજીકર્તા વિરુદ્ધ કાર્યવાહી રદ્દ કરવા માટે મારા પોતાના અધિકારનો ઉપયોગ કરવા પર કોઈ વાંધો નથી.
આ પણ વાંચોઃ યંગ ઈન્ડિયાની 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત, સોનિયા-રાહુલને ઈડીએ આપ્યો મોટો ઝટકો
પીડિતા સાથે લગ્ન કરવા ઈચ્છુક આરોપી
આરોપીને પણ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અરજીકર્તાએ કહ્યું કે તે પીડિતા સાથે લગ્ન કરવા ઈચ્છક છે. તેની વચ્ચે યૌન સંબંધ બંધાયો હતો, તેમાં બંનેની સહમતિ હતી. કારણ કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે પીડિતાએ કેસમાં ઊલટતપાસ દરમિયાન પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું અને 'કેસના સંબંધમાં ફરિયાદ પક્ષ પીડિતા પાસેથી કંઈ પણ મેળવી શક્યું નથી.
કોર્ટે કહ્યું કે તેવામાં આ સુનાવણી યથાવત રહે છે તો તે કાયદાનો દુરૂપયોગ હશે. કોર્ટ તરફથી આરોપી વિરુદ્ધ કાર્યવાહી તે શરત પર નકારવામાં આવી કે તે એક મહિનાની અંદર તેની સાથે લગ્ન કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે