બેંગલુરુ: કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકર એસએલ ધર્મેગૌડા(SL Dharmegowda) એ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. તેમનો મૃતદેહ ચિક્કમંગલુરુ(Chikkamagaluru)ના કડૂર પાસે એક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. ઘટનાસ્થળેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે.
એકલા ઘરેથી નીકળ્યા હતા એસએલ ઘર્મેગૌડા
રિપોર્ટ મુજબ એસએલ ધર્મેગૌડા(SL Dharmegowda) સોમવારે (28 ડિસેમ્બર) સાંજે 7 વાગે એકલા પોતાની સેન્ટ્રો કારથી ઘરની બહાર નીકળ્યા હતા. મોડી રાત સુધી ઘરે પાછા ફર્યા નહીં ત્યારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી. મોડેથી તેઓ કડૂરના ગુનસાગરમાં રેલવે ટ્રેક પર મૃત હાલતમાં મળી આવ્યા.
એચડી દેવગૌડાએ શોક વ્યક્ત કર્યો
પૂર્વ પ્રધાનમંત્રી અને જેડીએસ નેતા એચડી દેવગૌડાએ એસએલ ધર્મેગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય વિધાન પરિષદના સભાપતિ અને જેડીએસ નેતા એસએલ ધર્મેગૌડાની આત્મહત્યાના ખબર જાણીને હુ સ્તબ્ધ છું. તેઓ એક શાંત અને સભ્ય વ્યક્તિ હતા. રાજ્ય માટે આ ભારે ક્ષતિ છે.
કોરોના વાયરસ પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, જાણીને તમારો ડર થઈ જશે છૂમંતર
કોંગ્રેસના સભ્યોએ કરી હતી ગેરવર્તણૂંક
અત્રે જણાવવાનું કે હાલમાં જ કર્ણાટક વિધાનસ પરિષદમાં જોરદાર હોબાળો થયો હતો અને સભ્યો વચ્ચે હાથાપાઈની નોબત આવી ગઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ ડેપ્યુટી સ્પીકર એસએલ ધર્મેગૌડા સાથે ગેરવર્તણૂંક કરી હતી. કોંગ્રેસના સભ્યોએ તેમને પકડીને ખુરશી પરથી ઉતારી મૂક્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ ગેરકાયદેસર રીતે ખુરશી પર બેઠા છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે