Home> India
Advertisement
Prev
Next

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન, કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત

રિપબ્લિક ડે પહેલા કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આ વખતે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (મરણોત્તર) સન્માન આપવામાં આવશે.

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન, કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન સન્માન આપવામાં આવશે. તેમની જન્મશતાબ્દીની પૂર્વ સંધ્યા પર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે કર્પૂરી ઠાકુરને પછાત વર્ગના મસીહા કહેવામાં આવે છે. બુધવારે તેમની જન્મશતાબ્દી પર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. 

fallbacks

કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી હતી. મંગળવારે (22 જાન્યુઆરી) JDU નેતા કેસી ત્યાગીએ ઠાકુરને ભારત રત્ન આપવાની સાથે તેમના નામે યુનિવર્સિટી ખોલવાની માંગ કરી હતી.

કોણ હતા કર્પૂરી ઠાકુર
બિહારના સમસ્તીપુરમાં જન્મેલા કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા. પરંતુ તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. તેમને પછાત વર્ગ માટે અનામતનો માર્ગ મોકળો કરવા માટે ઓળખવામાં આવે છે. તેમણે મુંગેરી લાલા પંચની ભલામણોને લાગૂ કરાવી હતી. તે માટે તેમણે પોતાની સરકારની કુરબાની આપવી પડી હતી. આ સિવાય તેમણે બિહારમાં શિક્ષણ વ્યવસ્થામાં ઘણા ધરખમ પરિવર્તન કર્યા હતા. તેમણે મેટ્રિકની પરીક્ષામાં અંગ્રેજી પાસ કરવાની જરૂરીયાતને ખતમ કરી દીધી હતી. 

કર્પૂરી ઠાકુર બિહારના હતા અને 'જનનાયક' તરીકે ઓળખાય છે. તેઓ થોડા સમય માટે બિહારના મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી તરીકે તેમનો પ્રથમ કાર્યકાળ ડિસેમ્બર 1970 થી જૂન 1971 સુધી ચાલ્યો હતો અને ત્યારબાદ તેઓ ડિસેમ્બર 1977 થી એપ્રિલ 1979 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા. પ્રથમ વખત તેઓ સમાજવાદી પાર્ટી અને ભારતીય ક્રાંતિ દળની સરકારમાં મુખ્યમંત્રી બન્યા અને બીજી વખત જનતા પાર્ટીની સરકારમાં મુખ્યમંત્રી બન્યા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More