Home> India
Advertisement
Prev
Next

કરતારપુર યાત્રા: આજથી શરૂ થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન, વિઝાની જરૂર નથી, જોઈશે માત્ર પાસપોર્ટ

ભારતીય તીર્થયાત્રીઓ માટે પાકિસ્તાન (Pakistan) સ્થિત પવિત્ર શીખ ગુરુદ્વારા કરતારપુર સાહિબ(Kartarpur Sahib) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે.

કરતારપુર યાત્રા: આજથી શરૂ થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન, વિઝાની જરૂર નથી, જોઈશે માત્ર પાસપોર્ટ

નવી દિલ્હી: ભારતીય તીર્થયાત્રીઓ માટે પાકિસ્તાન (Pakistan) સ્થિત પવિત્ર શીખ ગુરુદ્વારા કરતારપુર સાહિબ(Kartarpur Sahib) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે. કરતારપુર યાત્રા માટે કેન્દ્ર સરકારે ખાસ ફોર્મ બહાર પાડ્યું છે. જેને ઓનલાઈન ભરી શકાય છે. 

fallbacks

કરતારપુર સાહિબના દર્શન માટે વિઝાની જરૂર પડશે નહીં. માત્ર પાસપોર્ટ જ જોઈશે. અત્રે જણાવવાનું કે કરતારપુર સાહિબ ગુરુદ્વારા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લામાં સ્થિત છે. જો કે ડેરા બાબા નાનકની નજીક સરહદથી માત્ર 4.5 કિમી દૂર છે. આ ગુરુદ્વારા શીખો માટે ખુબ જ પવિત્ર છે. કારણ કે ગુરુ નાનક દેવે પોતાના જીવનના 18 વર્ષ અને પોતાનો અંતિમ સમય પણ અહીં જ વિતાવ્યો હતો. 

હત્યારાઓ કમલેશ તિવારી સાથે આ મુદ્દે કરી રહ્યાં હતાં વાત!, પછી તાબડતોબ ચાકૂના 13 ઘા ઝીંક્યા

31 ઓક્ટોબર સુધી કામ પૂરું થઈ જશે
લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (LPAI)ના અધ્યક્ષ ગોવિંદ મોહને પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનકમાં નિર્માણ સ્થળમાં ગ્રાઉન્ડ ઝીરોથી કાર્ય પૂરું થવાની પુષ્ટિ કરી છે. મોહને કહ્યું કે 4.2 કિમી લાંબા કોરિડોરનું નિર્માણ શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની 550મી જયંતીના એક સપ્તાહ પહેલા 31 ઓક્ટોબર સુધીમાં પૂરું થઈ જશે. 

એલપીએઆઈના પ્રમુખે કહ્યું કે દરરજો 5000 શ્રદ્ધાળુઓ ગુરુદ્વારા આવી શકે છે અને તે જ દિવસે પાછા જઈ શકશે. આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે શ્રદ્ધાળુઓએ ભારતીય સરહદ પાર કરીને આવે તે જ દિવસે કરતારપુર તીર્થસ્થળના દર્શન કરીને પાછા ફરવું પડશે. 

જુઓ LIVE TV

કોરિડોરનું ઉદ્ધાટન 8 નવેમ્બરના રોજ થાય તેવી શક્યતા છે અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોર  ખુલવાના દિવસે કરતારપુર સાહિબ જનારા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. 

પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીની સાથે 117 ધારાસભ્ય, પંજાબથી લોકસભા અને રાજ્યસભા સાંસદ, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ(એસજીપીસી)ના સભ્ય અને સંત સમાજના સભ્યો તથા રાજ્યના તમામ પ્રમુખ રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ હશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More