Home> India
Advertisement
Prev
Next

ગર્ભવતી હાથણીના મોત પર Kerala CMનું આવ્યું નિવેદન, કહ્યું- તપાસમાં 3 સંદિગ્ધો પર નજર

કેરલના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન ભૂખી ગર્ભવતી હાથણીની અનાનસ સાથે ફટાકડા ખાવાથી મોત પર દુખ વ્યક્ત કરતાં ન્યાય અપાવવાની વાત કહી છે. તેમણે ટ્વિટ કરી હાથણી સાથે થયેલી હેવાનિયત પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે ન્યાય અપાવવાનો પુરતો પ્રયત્ન કરવામાં આવશે. 

ગર્ભવતી હાથણીના મોત પર Kerala CMનું આવ્યું નિવેદન, કહ્યું- તપાસમાં 3 સંદિગ્ધો પર નજર

નવી દિલ્હી: કેરલના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન ભૂખી ગર્ભવતી હાથણીની અનાનસ સાથે ફટાકડા ખાવાથી મોત પર દુખ વ્યક્ત કરતાં ન્યાય અપાવવાની વાત કહી છે. તેમણે ટ્વિટ કરી હાથણી સાથે થયેલી હેવાનિયત પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે ન્યાય અપાવવાનો પુરતો પ્રયત્ન કરવામાં આવશે. 

fallbacks

કેરલ સીએમ પિનરાઇ વિજયનએ કહ્યું કે પલક્કડ જિલ્લામાં એક દુખદ ઘટનામાં એક ગર્ભવતી હાથણીનો જીવ ગયો. 3 શંકાસ્પદોને ધ્યાનમાં રાખતાં તપાસ ચાલુ છે. અમે ન્યાય અપાવવાનો દરેક સંભવ પ્રયત્ન કરીશું. 

તેમણે એક ટ્વિટમાં લખ્યું- તમારામાંથી ઘણા લોકો અમારી પાસે પહોંચી ચૂક્યા છે. અમે તમને વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે તમારી ચિંતાઓ વ્યર્થ નહી જાય. ન્યાયની જીત થશે. તેમણે આગળ લખ્યું કે કેરલ એક એવો સમાજ છે જે અન્યાય વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે. જો કોઇ તેમાં ચાંદીની પરત છે, તો એ છે કે હવે અમે અન્યાય વિરૂદ્ધ સંભળાતો અવાજ પોતાનો અવાજ બની જશે.   

તમને જણાવી દઇએ કે કેરળની સાઇલેંટ વેલી ફોરેસ્ટમાં એક ગર્ભવતી હાથણીને કેટલાક તોફાની તત્વોએ અનાનસમાં વિસ્ફોટક ખવડાવી દીધો. જેથી હાથણીના મોઢામાં ફટાકડા ભરેલું અનાનસ ફૂટી ગયું. હાથણીના જડબા ફાટી ગયા અને તે ખાઇ પણ શકતી નથી. થોડા સમય બાદ તે હાથણીનું મોત થઇ ગયું. મુખ્ય વન્યજીવ વોર્ડનનું કહેવું છે કે માનવામાં આવી રહ્યું છે કે ફટાકડા હાથણીને મારવાના ઇરાદે ખવડાવવામાં આવ્યા હતા. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More