Home> India
Advertisement
Prev
Next

Kerala Human Sacrifice: ગળું કાપીને હત્યા, પછી મૃતદેહના ટુકડા કરી માંસ ખાધુ! કેરલ નરબલિ કેસમાં સનસનીખેજ ખુલાસા

Kerala Case: પોલીસ સૂત્રો પ્રમાણે મહિલાઓની પહેલા ગળું કાપી હત્યા કરવામાં આવી. પછી તેના મૃતદેહના નાના-નાના ટુકડા કરવામાં આવ્યા. લોહીને દીવાલો અને નીચે છાંટવામાં આવ્યું. તેવી પણ આશંકા છે કે માંસને પકાવીને ખાવામાં આવ્યું હતું. 

Kerala Human Sacrifice: ગળું કાપીને હત્યા, પછી મૃતદેહના ટુકડા કરી માંસ ખાધુ! કેરલ નરબલિ કેસમાં સનસનીખેજ ખુલાસા

તિરૂવનંતપુરમઃ કેરલમાં કાળા જાદૂને કારણે માનવ બલિ આપવાનો મામલો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. પોલીસે બુધવારે આ મામલામાં ઘણા સનસનીખેજ ખુલાસા કર્યાં છે. પોલીસે જણાવ્યું કે એક મૃતદેહના 56 ટુકડા કરવામાં આવ્યા હતા. કોચ્ચિના કમિશનર સીએચ નાગરાજૂએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે મુખ્ય આરોપી શફીનો ગુનાહિત ભૂતકાળ રહ્યો છે અને તેણે દંપતિ- ભગવલ સિંહ અને તેની પત્ની લૈલાને ફસાવી, જેણે પૈસા માટે બલિ આપી. શફીને મનોરોગી જણાવતા કમિશનરે કહ્યું કે તે વાતની તપાસ કરવામાં આવશે કે તેણે દંપત્તિને કઈ રીતે મનાવી લીધુ. બીજી તરફ પોલીસે આગળ જણાવ્યું કે દંપતિનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. 

fallbacks

ક્રૂર રીતે થઈ પીડિતોની હત્યા
કમિશનરે જણાવ્યું કે પીડિતોને ક્રૂર રીતે મારવામાં આવ્યા. શરીરના અંગોને ભગવલ સિંહના ઘરના પરિસરના વિભિન્ન ભાગમાં દફનાવવામાં આવ્યા હતા. પીડિતોના અંગત અંગોમાં પણ ઈજા થઈ હતી. સાથે શફીએ પીડિતોની પજવણી કરવામાં પણ આનંદ લીધો. આરોપીઓમાંથી એક લૈલાએ કબૂલ કર્યું કે તેણે પીડિતોના શરીરના એક ભાગને પકાવીને ખાધો હતો. ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે સપ્તાહની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. 

શફીએ કપલનું કર્યું બ્રેનવોશ
આ સનસનીખેજ ઘટના મંગળવારે સામે આવી જ્યારે પોલીસ ગુમ થવાના એક કેસની તપાસ કરી રહી હતી. પૂરાવા બાદ પોલીસને જાણવા મળ્યું કે તાંત્રિક મોહમ્મદ શફીએ માનવ બલિ આપવા માટે એક કપલનું બ્રેનવોશ કર્યું અને તેને આર્થિક લાભ આપવાનું વચન આપ્યું હતું. આ તેનો બીજો શિકાર હતો, જ્યારે પહેલા શિકારમાં એક અન્ય મહિલાને પણ જૂનમાં મારી નાખી હતી. 

આ પણ વાંચોઃ દિવાળીના દિવસે કરી લો આ ફૂલનો ચમત્કારી ઉપાય, ચૂંબકની માફક ખેંચી લાવશે પૈસા

શફીએ કપલને બીજી બલિ માટે કર્યાં તૈયાર
પોલીસે જણાવ્યું કે મુખ્ય આરોપી શફી એક કટ્ટર ગુનેગાર છે અને અનેક કેસનો સામનો કરી રહ્યો છે. તેના ગુનાઓની યાદીમાં બળાત્કાર, નશામાં ઝગડો કરવો અને છેતરપિંડીનો આરોપ સામેલ છે. પોલીસે કહ્યું કે, તે પોલીસને ચમકો આપી દેવા દર વર્ષે પોતાનું ઘર બદલતો રહ્યો અને શિબિરોમાં રહેતો હતો. લોકોને છેતરવા માટે તેણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. દંપતિએ તેની સાથે સંપર્ક કર્યો અને અનુષ્ઠાન માટે 1.50 લાખ રૂપિયાની ચુકવણી કરી જેમાં માનવ બલિ પણ સામેલ હતી. જૂન મહિનામાં બલિ બાદ દંપતિએ કોઈ નાણાકીય સુધાર ન જોયો અને શફીની પાસે ગયા અને પછી શફીએ તેને બીજી બલિ આપવા માટે તૈયાર કર્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More