Home> India
Advertisement
Prev
Next

ભારે વરસાદ અને પૂરથી ગુજરાત સહિત 4 રાજ્યોમાં ભારે તબાહી, અત્યાર સુધી 194 લોકોના મોત

4 રાજ્યોમાં પૂરનો કેર ચાલુ છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. 4 રાજ્યોમાં વરસાદના કારણે અત્યાર સુધી 194 લોકોના મોત થયા છે.

ભારે વરસાદ અને પૂરથી ગુજરાત સહિત 4 રાજ્યોમાં ભારે તબાહી, અત્યાર સુધી 194 લોકોના મોત

નવી દિલ્હી: 4 રાજ્યોમાં પૂરનો કેર ચાલુ છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. 4 રાજ્યોમાં વરસાદના કારણે અત્યાર સુધી 194 લોકોના મોત થયા છે. કર્ણાટકમાં પણ પૂરનો કેર ચાલુ છે. મધ્ય પ્રદેશના અનેક જીલ્લાઓ ભીષણ પૂરની ચપેટમાં છે. અહીં 32 લોકોના મોતના અહેવાલ છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના સાંગલીમાં પૂરના કારણે એવી સ્થિતિ ઊભી થઈ છે કે જે રસ્તાઓ પર ગાડીઓ દોડતી હતી ત્યાં આજે નાવડીઓ ચાલે છે. શહેરની દુકાનો, બાજર, મોલ બધુ સેલાબમાં ગુમ થઈ ગયું છે. કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને કહ્યું કે આઠ પ્રભાવિત જિલ્લાઓમાં ભૂસ્ખલનની 80 ઘટનાઓની સૂચના મળી છે. જેનાથી સહુથી વધુ ક્ષતિ થઈ છે. વાયનાડ જિલ્લાના મેપ્પાદી, મલ્લપુરમ જિલ્લાના કવલપારા પણ સામેલ છે. 

fallbacks

અમિત શાહ કર્ણાટકના પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે કર્ણાટકના બેલગાવી જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. આ બાજુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે વાયનાડની મુલાકાત લેશે. તેઓ વાયનાડના સાંસદ છે. આ અગાઉ પણ રાહુલ ગાંધી વાયનાડ જવા માંગતા હતાં પરંતુ પ્રશાસને ત્યારે તેમને રોક્યા હતાં. 

એક હજારથી વધુ ગામ પ્રભાવિત
કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે કર્ણાટકમાં પૂર પ્રભાવિત બેલગાવી જિલ્લાનું હવાઈ સર્વેક્ષણ કરશે. મળતી માહિતી મુજબ તેઓ આજે બપોરે બેલગાવી પહોંચશે અને સ્થિતિની સમીક્ષા કરશે. કર્ણાટકમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરતા સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે પૂરના કારણે 24થી વધુ લોકોના મોત થઈ ગયા છે. પૂરથી 1024 ગામ ગંભીર રીતે પ્રભાવિત થયા છે. રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય માટે 20 એનડીઆરએફની ટીમો, 10 સેનાની ટીમ, 5 નેવીની ટીમો અને એસડીઆરએફ ટીમો લાગેલી છે. આ સાથે જ યેદિયુરપ્પાએ કહ્યું કે મૃતકના પરિજનોને 5 લાખની સહાય આપવામાં આવશે. 

વાયુસેનાનું જામનગરમાં રેસ્ક્યુ ઓપરેશન
ભારતીય વાયુસેનાના કર્મીઓએ પૂર પ્રભાવિત જામનગરમાં એક છોકરીનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું. આ બાજુ ગુજરાતના મોરબી જિલ્લામાં એનડીઆરએફએ 47 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકોને રેસ્ક્યુ કર્યાં. 

કર્ણાટકમાં રેલ ટ્રાફિક પ્રભાવિત
કર્ણાટકમાં પૂરના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે. સકલેશપુર અને સુબ્રમણ્યમ સ્ટેશનો વચ્ચે ખંડ પર રેલ પરિવહન લેન્ડસ્લાઈડના કારણે રોકી દેવાઈ છે. 

કેરળમાં પ્રેગ્નેન્ટ યુવતીનું દિલધડક રેસ્ક્યુ
કેરળનો એક વીડિયો સામે આવ્યો છે જે પલક્કડ જિલ્લાના આગલીનો છે. અહીં ઉછાળા ભરતી નદીની ઉપરથી સુરક્ષાકર્મીઓએ એક પ્રેગ્નેન્ટ મહિલાનું દોરડાની મદદથી રેસ્ક્યુ કર્યું છે.  

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More