Home> India
Advertisement
Prev
Next

કેરળ વિમાન દુર્ઘટના: ક્રેશ લેડિંગ, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું ખતરનાક હતું દ્વશ્ય

દુબઇથી આવી રહેલું વિમાન અચાનક ખીણ પડી જવાના સમાચારથે ચોતરફ કીકાયારીઓ, લોહીથી લથપથ કપડાં, ડરેલા ગભરાયેલા બાળકો અને એમ્બ્યુલન્સની સાયરનની આવાજે સમગ્ર વિસ્તારને હચમચાવે દીધો.

કેરળ વિમાન દુર્ઘટના: ક્રેશ લેડિંગ, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું ખતરનાક હતું દ્વશ્ય

કોઝિકોડ: દુબઇથી આવી રહેલું વિમાન અચાનક ખીણ પડી જવાના સમાચારથે ચોતરફ કીકાયારીઓ, લોહીથી લથપથ કપડાં, ડરેલા ગભરાયેલા બાળકો અને એમ્બ્યુલન્સની સાયરનની આવાજે સમગ્ર વિસ્તારને હચમચાવે દીધો. એર ઇન્ડીયા એક્સપ્રેસનું વિમાન શુક્રવારે સાંજે કેરળમાં કોઝિકોડ (Kozhikode) હવાઇપટ્ટી પરથી સરકીને ખીણમાં પડ્યું અને બે ભાગમાં તૂટી ગયું. આ દુર્ધટનામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા. 

fallbacks

વરસાદના કારણે સ્થાનિક નાગરિકો અને પોલીસ સહિત બચાવકાર્યએ વિમાનમાંથી ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં સ્ફૂર્તિ બતાવી. વિમાન ભારે અવાજ સાથે બે ટુકડામાં તૂટી ગયું અને મુસાફરો સમજી શક્યા નહી અને પળભરમાં શું થઇ ગયું અને સમગ્ર વિસ્તારમાં કીકીયારીઓ ગૂંજી ઉઠી. 

દુબઇથી કેરળ આવતા એર ઇન્ડિયાના વિમાનના બે ટુકડા, 16 લોકોના મોત, 138 ઘાયલ

આ દરમિયાન ચારથી પાંચ વર્ષના બાળકો બચાવકર્મીઓના ખોળામાં લપાયેલા જોવા મળ્યા અને મુસાફરોનો બધો સામાન આમતેમ વિખરાયેલો પડ્યો હતો. વિમાનનો ધડાકો સાંભળી સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી પડ્યા. 

એક સ્થાનિ વ્યક્તિએ કહ્યું કે ભારે ધડાકો સાંભળી તે હવાઇપટ્ટી તરફ દોડ્યો હતો. નાના બાળકો સીટ નીચે ફસાયેલા હતા, ઘણ લોકો ઘાયલ હતા અને આ એકદમ દુખદ હતું. તેમાંથી ઘણાની હાલત ગંભીર હતી. ઘણા લોકોના પગ તૂટી ગયા હતા. મારા હાથ કપડાં લોહીથી લથપથ હતા. 

બચાવ અભિયાનમાં સામેલ અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે ''ઘાયલ પાયલટને વિમાનના કોકપિટને તોડીને બહાર કાઢવામાં આવ્યો. જ્યાં સુધી એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચે લોકોએ યાત્રીને કાર વડે કોઝિકોડ અને મલાપ્પુરમ જિલ્લાની વિભિન્ન હોસ્પિટલોમાં પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More