સબરીમાલા : સબરીમાલા મંદિરમાં મંડલા પુજા માટે શનિવારે સાંજે પાંચવાગ્યે ખોલી દેવામાં આવ્યું છે. ગત્ત વખતે છાવણીમાં પરિવર્તીત રહેલા સબરીમાલા મંદિરમાં આ વખતે શાંતિ છે. જો કે શનિવારે કેરળ પોલીસે 10 મહિલાઓને સબરીમાલા મંદિરની અંદર જતા અટકાવી હતી. પોલીસે તેમને ઓળખપત્ર જોયા બાદ સબરીમાલા મંદિરની અંદર નહોતા જવા દેવાયા. આ કિસ્સો તેવા સમયે સામે આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને જવા દેવા માટે આદેશ આપ્યો છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે સબરીમાલા અંગે 28 સપ્ટેમ્બર, 2018નાં નિર્ણયની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. જેને 7 ન્યાયમૂર્તિઓની મોટી બેંચ પાસે મોકલી દેવામાં આવ્યું છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતાપુર્વક જણાવ્યું કે, આઘામી નિર્ણય સુધી સબરીમાલામાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ સબરીમાલા મંદિરની પરંપરા અનુસાર 10થી 50 વર્ષની વચ્ચેની ઉંમરની મહિલાઓનો મંદિરમાં પ્રવેશ વર્જીત છે. જે મહિલાઓ સબરીમાલાની અંદર જતા અટકાવાઇ છે તેમાંથી ત્રણ મહિલાઓ આંધ્રપ્રદેશનાં વિજયવાડાથી આવેલી હતી. શ્રદ્ધાળુઓનાં પહેલા જથ્થાનો ભાગ હતી. કેરળ પોલીસે પંબા બેસ કેમ્પમાં ઓળખ પત્ર જોયા બાદ આ મહિલાઓને અટકાવી દીધી હતી.
ગુજરાતનાં એક પણ શહેરનું પાણી પીવા લાયક નહી, ટોપ-20માં માત્ર ગાંધીનગર
JNU કેમ્પસમાં ZEE NEWS નો કેમેરો જોઇને ટુકડે ટુકડે ગેંગના સભ્યો ગભરાયા!
સુત્રો અનુસાર પોલીસને શંકા હતી કે ત્રણ મહિલાઓની ઉંમર 10-50 વર્ષની વચ્ચે છે જેના કારણે તેમને શ્રદ્ધાળુઓનાં જુથથી અલગ લઇ જવામાં આવી. સુત્રોનું કહેવું છે કે જ્યારે ત્રણેય મહિલાઓને મંદિરની પરંપરા અંગે જણાવાયું તો તે તેઓ પરત જવા માટે તૈયાર થઇ ગઇ. જ્યારે અન્ય લોકો આગળ વધી ગયા હતા.
11 લાખનું દહેજ પાછું આપવા વરરાજાએ હાથ જોડ્યા, શુકનમાં લીધા 11 રૂપિયા
ગત્ત વખતે છાવણીમાં પરિવર્તીત થયું હતું સબરીમાલા મંદિર
એક પ્રકારે એક વર્ષ પહેલા છાવણીમાં પરિવર્તીત રહેલા સબરીમાલા મંદિરમાં શનિવારે શાંતિ રહી હતી. બીજી તરફ સબરીમાલા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ પાસે મોકલ્યા બાદ સરકારે સ્પષ્ટ જણાવ્યું કે, તેઓ મહિલાઓને દર્શન માટે સબરીમાલા મંદિરમાં લઇ જવા માટે કોઇ પગલું નહી ઉઠાવે. ગત્ત વર્ષે કેરળ પોલીસે મહિલાઓને સુરક્ષા આપી હતી, જેનું દક્ષિણ પંથી શક્તિઓ દ્વારા ખુબ જ વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને ત્યાંથી ભગાવી દેવાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે