Home> India
Advertisement
Prev
Next

Coronavirus: ભારતની પ્રથમ કોવિડ-19 દર્દીને ફરી થયો કોરોના, અધિકારીઓએ કહ્યું- ચિંતાની વાત નથી

દેશમાં પાછલા વર્ષે જાન્યુઆરીમાં કેરલની એક મેડિકલ વિદ્યાર્થિનીને કોરોના થયો હતો. તે દેશની પ્રથમ કોરોના સંક્રમિત વ્યક્તિ હતી. તે ફરી પોઝિટિવ આવી છે. 

Coronavirus: ભારતની પ્રથમ કોવિડ-19 દર્દીને ફરી થયો કોરોના, અધિકારીઓએ કહ્યું- ચિંતાની વાત નથી

નવી દિલ્હીઃ દેશની પ્રથમ કોરોના દર્દીને બીજીવાર સંક્રમણ થયું છે. દેશમાં પ્રથમ કોવિડ કેસ એક મેડિકલ વિદ્યાર્થિનીનો હતો, જે પાછલા વર્ષે જાન્યુઆરીમાં ચીનના વુહાનથી પોતાના ગૃહનગર ત્રિશૂર આવી હતી. મંગળવારના રિપોર્ટ પ્રમાણે દોઢ વર્ષ બાદ તે ફરી કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. 

fallbacks

ત્રિશૂરના ડીએમઓ ડો. કેજે રીનાએ જણાવ્યું, તેનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ છે, જ્યારે એન્ટીજન નેગેટિવ. તેને લક્ષણો વગરનું સંક્રમણ થયું છે. ચિકિત્સા અધિકારીઓ અનુસાર તે દિલ્હીની હવાઈ યાત્રા કરવા ઈચ્છતી હતી અને તેના માટે તેનો કોવિડ ટેસ્ટ થયો. ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ બધા ચોંકી ગયા છે. 

સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી કારણ કે ઓછા લક્ષણ છે. વુહાનથી પરત ફર્યા બાદ તે ફરી ગઈ નથી અને પોતાના ઘરથી ઓનલાઇન અભ્યાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More