Home> India
Advertisement
Prev
Next

કેવિન પીટરસને PM મોદી પાસે માંગી મદદ, ઇનકમ ટેક્સ વિભાગે તાત્કાલિક આપ્યો આ જવાબ

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે અપીલ કરી છે. થોડી જ વારમાં ઈન્કમ ટેક્સ વિભાગે પીટરસનના ટ્વીટનો જવાબ આપ્યો છે. ખરેખર કેવિન પીટરસનનું પાન કાર્ડ ખોવાઈ ગયું છે અને તેણે સોમવારે ભારત આવવું પડશે. આ કારણે તેણે ભારત અને પીએમ મોદી પાસે મદદ માંગી છે.

કેવિન પીટરસને PM મોદી પાસે માંગી મદદ, ઇનકમ ટેક્સ વિભાગે તાત્કાલિક આપ્યો આ જવાબ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે અપીલ કરી છે. થોડી જ વારમાં ઈન્કમ ટેક્સ વિભાગે પીટરસનના ટ્વીટનો જવાબ આપ્યો છે. ખરેખર કેવિન પીટરસનનું પાન કાર્ડ ખોવાઈ ગયું છે અને તેણે સોમવારે ભારત આવવું પડશે. આ કારણે તેણે ભારત અને પીએમ મોદી પાસે મદદ માંગી છે.

fallbacks

કેવિન પીટરસને ટ્વિટ કરીને માંગી હતી મદદ
કેવિન પીટરસને મંગળવારે PAN કાર્ડ ખોવાઈ જવા અંગે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ટ્વિટ કર્યું, 'ભારત કૃપા કરીને મદદ કરે. મારું પાન કાર્ડ ક્યાંક ખોવાઈ ગયું છે અને મારે સોમવારે ભારત આવવાનું છે, પરંતુ કામ માટે ફિઝિકલ કાર્ડની જરૂર છે. શું કૃપા કરીને કોઇ એવા વ્યક્તિ પાસે મોકલી શકાય, જેથી હું મારી મદદ માટે તાત્કાલિક સંપર્ક કરી શકું?'

પીટરસને ટ્વીટમાં પીએમ મોદીને પણ કર્યા ટેગ
પીટરસને પોતાના ટ્વિટમાં પીએમ મોદીને પણ ટેગ કર્યા છે. કેવિન પીટરસનની સમસ્યાને દૂર કરવા માટે ઇનકમ ટેક્સ વિભાગે તેમના ટ્વીટનો જવાબ આપતાં જણાવ્યું કે પાન કાર્ડ કેવી રીતે પાછું મેળવવું. ઇનકમ ટેક્સ વિભાગે ટ્વિટ કર્યું, 'અમે તમારી મદદ કરવા માટે અહીં છીએ. જો તમારી પાસે તમારી PAN વિગતો છે, તો ફિજિકલ પાન કાર્ડ પાછું મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા માટે કૃપા કરીને આ લિંક્સની મુલાકાત લો....

આવકવેરા વિભાગે તાત્કાલિક આપ્યો પીટરસનના ટ્વીટનો જવાબ

 

ઇનકમ ટેક્સ વિભાગે આગળના ટ્વિટમાં લખ્યું, 'જો તમને તમારી PAN વિગતો યાદ ન હોય અને ફિઝિકલ કાર્ડ રિપ્રિન્ટ માટે અરજી કરવા માટે PAN શોધવાની જરૂર છે, તો કૃપા કરીને અમને adg1.systems@incometax.gov.in પર સંપર્ક કરો અને jd.systems1.1@incometaxgov.in.' પર ઇમેલ કરો. ત્યારબાદ કેવિન પીટર્સે ઈન્કમ ટેક્સ વિભાગનો આભાર વ્યક્ત કર્યો અને આભાર કહ્યું.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More