નવી દિલ્હી: તામિલની મશહૂર અભિનેત્રી ખુશ્બુ સુંદરે (Khushbu Sundar) કોંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કરી લીધો છે. ભાજપ (BJP) ના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ તેમને ભાજપની સદસ્યતા અપાવી. ખુશ્બુ સુંદરે દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લેવડાવી. આ અગાઉ તેમણે સોમવારે સવારે સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
Corona Update: કોરોનાનો ઘટી રહ્યો છે પ્રકોપ! રસી વિશે સ્વાસ્થ્યમંત્રીએ આપી મહત્વની જાણકારી
શું કહ્યું ખુશ્બુ સુંદરે?
ભાજપમાં જોડાયા બાદ ખુશ્બુએ કહ્યુ કે હું એ આશા નથી રાખતી કે પાર્ટી મારા માટે શું કરે છે પરંતુ હું એ આશા રાખુ છું કે તે દેશના લોકો માટે શું કરે છે. દેશના 128 કરોડ લોકોને હાલ એક વ્યક્તિ પર ભરોસો છે અને તે છે આપણા પ્રધાનમંત્રી. મને લાગે છે કે તેઓ જે કરે છે તે બરાબર કરે છે.
કેન્દ્રીય કર્મચારીઓને ફેસ્ટિવલ ગિફ્ટ, LTCની જગ્યાએ મળશે 'કેશ', 10,000 રૂપિયા એડવાન્સ પણ
My expectation from BJP isn't about what party is going to do for me,but about what party is going to do for ppl of the country. When you've 128 cr ppl actually believing in 1 man & that's our PM, I think they're doing something absolutely right: Khushboo Sundar after joining BJP https://t.co/Aq5aTOxNgF pic.twitter.com/tbtr20Gecu
— ANI (@ANI) October 12, 2020
ડીએમકે છોડીને 2014માં કોંગ્રેસમાં જોડાયા હતાં
લોકપ્રિય તામિલ અભિનેત્રી ખુશ્બુ સુંદર 2014માં કોંગ્રેસમાં જોડાયા હતાં. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધુ. કોંગ્રેસમાં સામેલ થયા તે પહેલા તેઓ ડીએમકેમાં હતાં. ખુશ્બુએ કહ્યું કે "પાર્ટીની અંદર ટોચના સ્તરે કેટલાક લોકો છે જેમનો ગ્રાઉન્ડ સ્તરે કોઈ સંપર્ક કે જાહેર ઓળખ નથી, તેઓ પોતાની વાતો થોપી રહ્યા છે અને મારા જેવા લોકો કે જે પાર્ટી માટે ગંભીરતાથી કામ કરવા માંગે છે તેમને પાછળ હડસેલી દેવાય છે અને દબાવવામાં આવે છે."
Delhi: Khushboo Sundar meets BJP national president Jagat Prakash Nadda after joining the party.
She had resigned from Congress earlier today. pic.twitter.com/kqiuGT8Hi6
— ANI (@ANI) October 12, 2020
કોંગ્રેસે પ્રવક્તાના પદેથી હટાવ્યા હતાં
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મીડિયા પ્રભારી પ્રણવ ઝાએ એક નિવેદનમાં કહ્યું કે ખુશ્બુ સુંદરને કોંગ્રેસના પ્રવક્તા પદેથી તત્કાળ પ્રભાવથી હટાવવામાં આવે છે. અભિનેત્રીએ કહ્યું કે લાંબા સમય સુધી વ્યાપક 'વિચાર પ્રક્રિયા' બાદ તેમણે કોંગ્રેસ સાથે પોતાના સંબંધ ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે