Home> India
Advertisement
Prev
Next

PM મોદીના આ મંત્રીએ કાશ્મીરના બરફવર્ષામાં ફસાયેલી કારને જાતે ધક્કો લગાવ્યો

 કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી કિરણ રીજ્જુની સરળતા અને સાદગી સામે આવી છે. હાલ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી સેના હાઈ એલર્ટ ઉપર છે. ત્યારે કિરણ રીજ્જુજી પણ કાશ્મીરના પ્રવાસે છે. આ દરમિયાન ભારે બરફ વર્ષા થતા તેમના વાહનોના કાફલાને રસ્તામાં રોકાઈ જવું પડ્યું હતું. પરંતુ પોતાનું મંત્રીપણું બતાવ્યા વગર જ તેઓ ખુદ પોતાની કાર નીચે ઉતરીને ધક્કો લગાવવા લાગ્યા હતા. તેમણે એક નાનકડા વીડિયો દ્વારા બતાવ્યું કે, સરહદી જીવન ખુબ જ કપરું હોય છે. 

PM મોદીના આ મંત્રીએ કાશ્મીરના બરફવર્ષામાં ફસાયેલી કારને જાતે ધક્કો લગાવ્યો

નવી દિલ્હી : કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી કિરણ રીજ્જુની સરળતા અને સાદગી સામે આવી છે. હાલ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી સેના હાઈ એલર્ટ ઉપર છે. ત્યારે કિરણ રીજ્જુજી પણ કાશ્મીરના પ્રવાસે છે. આ દરમિયાન ભારે બરફ વર્ષા થતા તેમના વાહનોના કાફલાને રસ્તામાં રોકાઈ જવું પડ્યું હતું. પરંતુ પોતાનું મંત્રીપણું બતાવ્યા વગર જ તેઓ ખુદ પોતાની કાર નીચે ઉતરીને ધક્કો લગાવવા લાગ્યા હતા. તેમણે એક નાનકડા વીડિયો દ્વારા બતાવ્યું કે, સરહદી જીવન ખુબ જ કપરું હોય છે. 

fallbacks

આખી ઘટના અંગે ટ્વિટ કરતા કેન્દ્રીય મંત્રી રિજ્જુએ કહ્યું કે, "સરહદ વિસ્તારનું જીવન સરળ નથી. ભારે હિમવર્ષાના અવરોધ વચ્ચે અમે સેલા ટનલથી આગળ વધ્યા. આ સેલા ટનલનો પાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાખ્યો છે અને થોડા વર્ષો પછી તવાંગ જવાનો રસ્તો સરળ બની જશે." 

આ ટ્વિટ દ્વારા તેમણે એ પણ જણાવ્યું કે, હાલની કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર માટે શક્ય તમામ સવલતો આપવામાં પાછી પાની નહિ કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More