Home> India
Advertisement
Prev
Next

Farmers Protest: કિસાન નેતા રાકેશ ટિકૈતની જાહેરાત- ફરી ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે, સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવશું

રાકેશ ટિકૈતે કહ્યુ, 8 મહિના આંદોલન કર્યા બાદ સંયુક્ત મોર્ચાએ નિર્ણય લીધો છે કે અમે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને દેશમાં જઈને કિસાનો સામે પોતાની વાત રાખશે.

Farmers Protest: કિસાન નેતા રાકેશ ટિકૈતની જાહેરાત- ફરી ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે, સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવશું

નવી દિલ્હીઃ Kisan Andolan: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ કિસાનોનું આંદોલન જારી છે. આ વચ્ચે ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યુ કે પાછલા વર્ષે સરકાર દ્વારા પસાર ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાન 14 અને 15 ઓગસ્ટે ટ્રેક્ટરોથી ગાઝીપુર બોર્ડર પર જશે જ્યાં તે સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવશે. આ સિવાય કિસાન નેતાએ પોતાના આંદોલનને બીજા રાજ્યો સુધી વધારવાની પણ વાત કરી છે. 

fallbacks

તેમણે કહ્યું કે, બે જિલ્લાથી દિલ્હી માટે ટ્રેક્ટર જશે. ટિકૈતે ફરી કહ્યુ કે, અમે 26 જાન્યુઆરીએ તિરંગો હટાવ્યો નથી. આ દરમિયાન ટિકૈતે પછી કહ્યુ કે, જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદાને પરત લેવામાં આવશે નહીં, ત્યાં સુધી તેનું આદોલન ચાલતુ રહેશે.

આ તકે રાકેશ ટિકૈતે કહ્યુ, 8 મહિના આંદોલન કર્યા બાદ સંયુક્ત મોર્ચાએ નિર્ણય લીધો છે કે અમે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને દેશમાં જઈને કિસાનો સામે પોતાની વાત રાખશે અને સરકારની નીતિ તથા કામને લઈને વાત કરશે. સાથે 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં મોટી પંચાયત થશે. 

તેમણે કહ્યું કે, લખનઉને દિલ્હી બનાવવામાં આવશે, જે રીતે દિલ્હીમાં ચારે તરફથી રસ્તા સીલ છે, તેમ સીલ થશે. અમે તેની તૈયારી કરીશું. 

આ પણ વાંચોઃ Video: અસમ-મિઝોરમ સરહદ પર બબાલ, બંને રાજ્યોના મુખ્યમંત્રી આમને-સામને

ટિકૈતે કહ્યુ કે, આંદોલન આજથી ફરી શરૂ થઈ ચુક્યુ છે. 5 સપ્ટેમ્બરે મોટી પંચાયત કરીશું. ત્યાંથી મોટી બેઠકોની જાહેરાત થશે. પહેલા અમે પ્રદેશમાં 18 મોટી પંચાયતો કરીશું ત્યારબાદ જિલ્લામાં નાની બેઠકોનું આયોજન કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More