Home> India
Advertisement
Prev
Next

કાલે સરકાર સાથે ચર્ચા પહેલા કિસાનોએ મોકલ્યો લેટર, જણાવી પોતાની વાત

Farmer Protest News:  40 કિસાન સંગઠનોના સંયુક્ત કિસાન મોર્ચાએ વાતચીત માટે સરકારના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ કિસાન કાયદો પરત લેવાની પોતાની માંગ પર અડિગ છે.
 

કાલે સરકાર સાથે ચર્ચા પહેલા કિસાનોએ મોકલ્યો લેટર, જણાવી પોતાની વાત

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા (New Farm Laws)ને લઈને સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે વિવાદ યથાવત છે. સરકારે કિસાન સંગઠનોને બુધવાર 30 ડિસેમ્બરે એકવાર ફરી વાતચીત માટે બોલાવ્યા છે. 40 કિસાન સંગઠનોના સંયુક્ત કિસાન મોર્ચાએ વાતચીત માટે સરકારના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ કિસાન કાયદો પરત લેવાની પોતાની માંગ પર અડિગ છે. આ વચ્ચે અમિત શાહની આગેવાનીમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક શરૂ થઈ ગઈ છે. 

fallbacks

કિસાનોએ સરકારનું નિમંત્રણ સ્વીકાર્યું
40 કિસાન સંગઠનોના સંયુક્ત કિસાન મોર્ચાએ કૃષિ મંત્રાલયના સચિવ સંજય અગ્રવાલને લખેલા પત્રમાં કહ્યુ, બેઠક માટે અમારા તરફથી મોકલવામાં આવેલા પ્રસ્તાવનો સ્વીકાર કરવા માટે તમારો આભાર. 30 ડિસેમ્બરે બપોરે 2 કલાકે વાતચીત માટે તમારૂ નિમંત્રણ અમને સ્વીકાર છે. 

fallbacks

કૃષિ કાયદાને પરત લેવા પર કિસાનો અડિગ
કિસાન સંગઠનોએ 30 ડિસેમ્બરે સરકારની સાથે વાતચીતનું નિમંત્રણ ભલે સ્વીકારી લીધું હોય, પરંતુ નવા કૃષિ કાયદાને પરત લેવાની તેની માંગ હજુ પણ યથાવત છે. આ બાબતને તેમણે સરકારને લખેલા પત્રમાં પણ સ્પષ્ટ કરી દીધું છે કે અમે અમારા પાછલા પત્રમાં લખેલા એજન્ડા પર જ વાતચીત માટે આવી રહ્યાં છીએ. તમને જણાવી દઈએ કે કિસાનોએ પાછલા પત્રમાં કૃષિ કાયદાને પરત લેવા, એમએસપી પર કાયદાકીય ગેરંટી, એનસીઆર અને આસપાસના ક્ષેત્રોમાં વાયુ ગુણવતા મેનેજમેન્ટ અધ્યાદેશ 2020 અને વિદ્યુત સંશોધન બિલ 2020ના ડ્રાફ્ટને પરત લેવાની માંગ કરી હતી. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More