નવી દિલ્હીઃ દિલ્હી-હરિયાણા બોર્ડર પર કિસાનોનું પ્રદર્શન સતત 25માં દિવસે યથાવત છે. તો યૂપી ગેટ પર કિસાન ધરણા પર બેઠા છે. યૂપી ગેટ પર 28 નવેમ્બરથી ચાલી રહેલા કિસાન આંદોલનમાં સામેલ કિસાનોને સંબોધિત કરતા ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ કે, કિસાન હલ કાઢવા માટે યૂપી ગેટ પર આવ્યા છે, હવે હલ કાઢી અહીંથી જશું.
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, કિસાન દિવસ 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, હું લોકોને તે દિવસે ભોજન છોડવાનો આગ્રહ કરીશ.
We have decided to start 24 hours relay hunger strike starting tomorrow at all protest sites: Yogendra Yadav, Swaraj India. pic.twitter.com/JdwjFTg1EZ
— ANI (@ANI) December 20, 2020
We have decided to make the toll plazas in Haryana free from December 25 to December 27: Jagjit Singh Dallewala, Bharatiya Kisan Union https://t.co/oFX4Tdprtr
— ANI (@ANI) December 20, 2020
સ્વરાજ ભારતના પ્રમુખ યોગેન્દ્ર યાદવે કહ્યુ કે, અમે કાલથી તમામ વિરોધ સ્થળો પર 24 કલાકની ભૂખ હડતાળ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કિસાન યુનિયનના નેતા જગજીત સિંહ દલેવાલાએ કહ્યુ કે, અમે 25 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી હરિયાણામાં ટોલ પ્લાઝા ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. 27 ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદીના મન કી બાત દરમિયાન અમે બધાને અપીલ કરીશું કે કાર્યક્રમ દરમિયાન જ્યારે તેઓ બોલે, ત્યાં સુધી ઘરોમાં થાળી વગાડવામાં આવે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, કિસાન દિવસ 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. હું તે દિવસે લોકોને ભોજન છોડવાનો આગ્રહ કરીશ.
આ પણ વાંચોઃ West Bengal: શાહનો મમતા પર પ્રહાર, 'બંગાળ ભ્રષ્ટાચારમાં નંબર-1, દીદીની સરકાર જવાની'
તો રવિવારની સાંજે કિસાનોનું એક પ્રતિનિધિમંડળ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને મળવા માટે કૃષિ ભવન પહોંચ્યુ છે. આ પહેલા પણ ઘણા તબક્કામાં કિસાનોની કૃષિ મંત્રી સાથે વાતચીત થઈ ચુકી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે