નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ સામે INX મીડિયા દ્વારા કરવામાં આવેલી વિદેશી નાણાની હેરફેરમાં પોતાની સત્તાનો ઉપયોગ કરીને મંજૂરી આપવાનો અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની કંપનીમાં નાણાકિય લેવડ-દેવડ થઈ હોવાનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ દ્વારા કેસ દાખલ કરવામાં આવેલો છે. આ કેસમાં અગાઉ ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ મંગળવારે આગોતરા જામીન પુરા થયા બાદ નવેસરથી જામીન અપાયા નથી. આથી, તેમની સામે હવે ધરપકડની તલવાર લટકી રહી છે.
મંગળવારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન રદ્દ કરાયા પછી મોડી સાંજે અને રાત્રે સીબીઆઈ અને ઈડીની ટીમ વારાફરતી ચિદમ્બરમના પહોંચી હતી, પરંતુ તેઓ ઘરે મળ્યા ન હતા. બુધવારે સુપ્રીમ કોર્ટમાં પણ ચિદમ્બરમ દ્વારા આગોતરા જામીન મેળવવા માટે અને સુનાવણી માટે ત્રણ વખત પ્રયાસ હાથ ધરાયો હતો, પરંતુ અરજીમાં ટેક્નીકલ ખામીના કારણે સુનાવણી થઈ શકી નથી. બીજી તરફ સીબીઆઈ દ્વારા તેમની સામે લૂકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી.આથી, તેમની સામે હવે ધરપકડની તલવાર લટકી રહી છે.
શું છે સમગ્ર કેસ, સમજો ટૂંકમાં....
ચિદમ્બરમની મુશ્કેલીઓ વધીઃ જામીન અરજી મુદ્દે ત્રણ પ્રયાસ છતાં સુપ્રીમમાં સુનાવણી થઈ શકી નહીં
(INX મીડિયાના માલિક ઈન્દ્રાણી અને પીટર મુખરજી, જેઓ શીના બોરા હત્યા કેસમાં અત્યારે જેલમાં છે)
પી. ચિદમ્બરમ સામે સીબીઆઈએ ફટકારી લુકઆઉટ નોટિસ
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે