Home> India
Advertisement
Prev
Next

ચૂંટણી પંચની આ મોબાઈલ એપ પર જાણો લોકસભા ચૂંટણી 2019નો ટ્રેન્ડ, પરિણામ

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી માટે યોજાનારી મતગણતરીના તાજા ટ્રેન્ડ અને પરિણામ માટે મોબાઈલ એપ વોટર હેલ્પલાઈન રજૂ કરાઈ છે. 
 

ચૂંટણી પંચની આ મોબાઈલ એપ પર જાણો લોકસભા ચૂંટણી 2019નો ટ્રેન્ડ, પરિણામ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ગુરૂવારે લોકસભા ચૂંટણી માટે થનારી મતગણતરીના તાજા ટ્રેન્ડ અને પરિણામ માટે મોબાઈલ એપ વોટર હેલ્પલાઈન રજૂ કરી છે. ચૂંટણી પંચે ડિજિટલ મોરચા પર પોતાની પહોંચ વધારી છે. આ અગાઉ તેણે ચૂંટણી દરમિયાન મતદાનની માહિતી માટે વોટર ટર્નઆઉટ એપ રજૂ કરી હતી. 

fallbacks

વોટર હેલ્પલાઈન એપ એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. અત્યાર સુધી તેને 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. વોટર ટર્નઆઉટ એપને એક લાખ લોકોને ડાઉનલોડ કરી હતી. વોટર હેલ્પલાઈન એપ પર તમામ ઉમેદવારોની વિગતો મેળવી શકાશે. આ એપ પર 2009 અને 2014 લોકસભા ચૂંટણીની વિગતો પણ મેળવી શકાશે. આ એપને જાન્યુઆરી 2019માં લોન્ચ કરાઈ હતી. 

જો NDAને બહુમત નહીં મળે તો વિરોધ પક્ષો તાબડતોબ ઉઠાવશે 'આ' પગલું

ચૂંટણી પંચે જણાવ્યું કે, "ટ્રેન્ડ અને પરિણામ ચૂંટણી પંચની વેબસાઈટની સાથે-સાથે Voter Helpline App" પર પણ ઉપલબ્ધ હશે. સવારે 8 કલાકે મતગણતરી શરૂ થઈ ગયા બાદ આ એપ્લીકેશન પર માહિતી આવવાની શરૂઆત થઈ જસે. તમે તમારા મનપસંદ ઉમેદવારને બૂકમાર્ક પણ કરી શકો છો અને પછી તેના રિઝલ્ટને ટ્રેક કરી શકો છો. એપમાં અનેક આકર્ષક ફીચર આપવામાં આવ્યા છે. 

ચૂંટણી પંચે જણાવ્યું કે, ફિલ્ટરની સાથે યુઝર વિજય/આગળ વાળા કે પાછળ ચાલતા ઉમેદવારોની વિગતો આ એપમાં મેળવી શકાશે. સીટવાર કે રાજ્યવાર વિગતો પણ તમને આ એપ્લીકેશનમાં જોવા મળશે. 

જૂઓ LIVE TV...

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More