ડિબ્રુગઢઃ આસામ અને અરૂણાચલ પ્રદેશનો 21 વર્ષનો લાંબો ઈંતેજાર હવે સમાપ્ત થઈ ગયો છે. બ્રહ્મપુત્ર નદી પર બનેલા ડબલડેકર એવા રેલવે અને સડક બ્રિજનું ઉદ્ઘાટન વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું છે. તેનો પાયો 1997માં તત્કાલિન વડા પ્રધાન એચ.ડી દેવેગૌડાએ નાખ્યો હતો. વર્ષ 2002માં અટલબિહારી વાજપેયીએ તેનું નિર્માણકાર્ય શરૂ કરાવ્યું હતું અને હવે 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને દેશને સમર્પિત કર્યો છે. જાણો આ પુલ સાથે સંકળાયેલી કેટલીક ખાસ બાબતો વિશે....
1. આસામ અને અરૂણાચલ પ્રદેશને જોડનારો આ બ્રિજ રૂ.5920 કરોડના ખર્ચે તૈયાર થયો છે. પ્રારંભમાં તેનો અંદાજિત ખર્ચ રૂ.1767 કરોડ રખાયો હતો.
2. ભારતીય સેના માટે ફાયદાકારકઃ ભારતીય સેના હવે પોતાના સાજ-સામાન સાથે અરૂણાચલ પ્રદેશને અડીને આવેલી સરહદ સુધી પણ કેટલાક કલાકમાં જ પહોંચી શકશે. સાથે જ આ પુલ ઉપરથી ભારેભરખમ ટેન્ક પણ ચલાવી શકાશે અને યુદ્ધ વિમાન પણ ઉતારી શકાશે.
3. લગભગ 4.94 કિમી લાંબો આ બોગીબીલ પુલ આસામના ડિબ્રુગઢ જિલ્લામાં બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ કિનારાને અરૂણાચલ પ્રદેશના સરહદી વિસ્તાર ધેમાજી જિલ્લામાં સિલાપાથરને જોડશે. આ પુલ અને રેલવે સેવા ધેમાજીના લોકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. કેમ કે, મુખ્ય હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને હવાઈ મથક ડિબ્રુગઢમાં છે. તેની સાથે જ ઈટાનગરના લોકોને પણ તેનો ફાયદો મળશે, કેમકે આ વિસ્તાર નાહરલગુનથી માત્ર 15 કિમી જ દૂર છે.
બોગીબુલ એક પુલ નહીં પરંતુ લાખો લોકોની લાઈફલાઈન છે : પીએમ મોદી
5. આયુષ્ય 120 વર્ષ : પુલના મુખ્ય ઈજનેર મોહિંદર સિંહે જણાવ્યું કે, બ્રહ્મપુત્ર નદી પર બનેલો 4.9 કિમી લાબો આ પ્રથમ સંપૂર્ણ રીતે જોડાયેલો પુલ છે. આ પુલનો જાળવણી ખર્ચ ખુબ જ નહિંવત છે અને તેનું આયુષ્ય 120 વર્ષ છે.
5. આસામ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચેનું અંતર ઘણું ઘટી જશે. અગાઉ અરૂણાચલ પ્રદેશના ધેમાજીથી ડિબ્રુગઢ જવા માટે 500 કિમીનું અંતર કાપવામાં 34 કલાક લાગતા હતા. હવે આ મુસાફરી માત્ર 100 કિમીની રહી જશે અને માત્ર 3 કલાક લાગશે.
6. દેશનો પ્રથણ ડબલડેકર બ્રીજઃ આ ડબલ ડેકર પુલની વિશેષતા એ છે કે તેમાં નીચેથી રેલવે લાઈન પસાર થાય છે અને ઉપરના ભાગે સડક બનેલી છે. તેમાં નીચેના ભાગ બે રેલવે લાઈન અને ઉપર થ્રી લેનની સડક બનાવાઈ છે.
20 કરોડ વ્યૂઝ સાથે કચ્છની 'કોયલ' ગીતા રબારી ને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યુ
7. આ પુલના નિર્માણમાં 30 લાખ સિમેન્ટની બોરીનો ઉપયોગ થયો છે.
8. આ પુલ ભારતનો સૌથી લાંબો અને એશિયાનો બીજો સૌથી લાંબો પુલ છે.
9. આ પુલ એટલો શક્તિશાળી બનાયો છે કે તે બ્રહ્મપુત્ર નદીમાં વારંવાર આવતા પૂર, આ વિસ્તારમાં આવતા 7.00ની તીવ્રતાવાળા ભૂકંપને સહન કરવા માટે સક્ષમ છે.
10. આ પુલ બ્રહ્મપુત્રની લહેરોથી 32 મીટરની ઊંચાઈ પર છે અને કાટ નિરોધક ટેક્નોલોજીથી તેને તૈયાર કરાયો છે. આ પુલ બ્રહ્મપુત્ર નદીમાં 42 થાંભલા પર ઊભો છે.
લો બોલો... જપ્ત થયેલો દારૂ પોલીસ સ્ટેશનમાંથી ઉડાવી ગયો બુટલેગર
અને છેલ્લે બોગીબિલની 21 વર્ષ લાંબી મજલ...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે