Home> India
Advertisement
Prev
Next

દેવ દિવાળીએ દીપદાન કરવાથી મળે છે આવું ફળ

આ  તહેવાર પાંચ દિવસો સુધી ઉજવવામાં આવે છે. તેની શરૂઆત પ્રબોધિની એકાદશીના દિવસે થાય છે, જે મહિનાના 11મા દિવસે હોય છે. તહેવાર દેવદિવાળીના દિવસે પૂરો થાય છે. જે આ મહિનાની શુક્લ પક્ષના 15મા દિવસે હોય છે. દેવદિવાળીના દિવસે ગંગા સ્નાન કરવું બહુ જ શુભ માનવામાં આવે છે.

દેવ દિવાળીએ દીપદાન કરવાથી મળે છે આવું ફળ

નવી દિલ્હી : કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે કાર્તિક પૂર્ણિમા ઉજવવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાને અનેક રાજ્યોમાં દેવ દિવાળી કહેવાય છે. તે ઉપરાંત તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવાય છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અને વ્રત કરવાથી ઘરમાં યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. આ દિવસે દીપદાન, સ્નાન, ભજન, આરતી, દાન વગેરેનું વિશેષ મહત્વ હોય છે. 

fallbacks

ધર્મ ગ્રંથો મુજબ, આ દિવસે ભગવાન શિવને તારકાક્ષ, કમલાક્ષ તેમજ વિદ્યુન્માલીના ત્રિપુરોનો નાશ કર્યો હતો. ત્રિપુરોના નાશ કરવાને કારણે જ ભગવાન શિવનું એક નામ ત્રિપુરારી તરીકે પણ પ્રસિદ્ધ છે. આ દિવસે ગંગા-સ્નાન તેમજ દીપદાનનું વિશેષ મહત્વ હોય છે. આ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુનો મત્સ્યાવતાર થયો હતો. અનેક તીર્થસ્થાનો પર તેને મોટાપાયે ઉજવવામાં આવે છે. 

શું છે પૂજા વિધિ
દેવ દિવાળીના દિવસે સવારે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું. સવારે માટીના દીવડામાં ઘી કે તેલનો દીવો કરીને દીપદાન કરો. ભગવાન વિષ્ણુની પૂજા કરવી. આ દિવસે શ્રી વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવામાં આવે છે. જો શક્ય હોય તો પાઠ જરૂર કરવો. ઘરમાં હવે અને પૂજન કરો. ઘી, અન્ન કે ખાવાની કોઈ પણ વસ્તુ દાન કરો. સાંજના સમયે મંદિરમાં દીપદાન કરો. 

આ  તહેવાર પાંચ દિવસો સુધી ઉજવવામાં આવે છે. તેની શરૂઆત પ્રબોધિની એકાદશીના દિવસે થાય છે, જે મહિનાના 11મા દિવસે હોય છે. તહેવાર દેવદિવાળીના દિવસે પૂરો થાય છે. જે આ મહિનાની શુક્લ પક્ષના 15મા દિવસે હોય છે. દેવદિવાળીના દિવસે ગંગા સ્નાન કરવું બહુ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, ગંગા સ્નાન બદા કિનારે દીપદાન કરવાથી દસ યજ્ઞ બરાબરનું પુણ્ય મળે છે. 

કેમ કરાય છે દીપદાન
માન્યતા છે કે, દેવ દિવાળીએ દીપ દાન કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપા મળે છે. ઘરમાં ધન, યસ અને કીર્તિ આવે છે. તેથી આ દિવસે લોકો વિષ્ણુજીનું ધ્યાન કરીને મંદિર, પીપળ, ચોક કે નદીના કિનારે દીવા પ્રગટાવે છે. દીપક ખાસ કરીને મંદિરોમાં પ્રગટાવવામાં આવે છે. આ દિવસે મંદિરોને રોશનીથી ઝગમગાવવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More