Home> India
Advertisement
Prev
Next

દર વર્ષે તલના દાણા જેટલું વધતા આ શિવલિંગની નીચે છુપાયેલો છે ‘ચમત્કારિક મણિ’

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ખજુરાહોમાં બનેલ મંદિર પોતાની વાસ્તુકલા અને કામ કલા પર આધારિત મૂર્તિઓ માટે પ્રખ્યાત છે. ખજુરાહો (khajuraho) માત્ર મંદિરો માટે જ નહિ, પરંતુ અનેક મિથકો અને વાર્તાઓ માટે પ્રખ્યાત છે. માન્યતા છે કે, ખજુરાહોના મંદિર માત્ર ભગવાનની આરાધના કરવાના હેતુથી નથી બનાવાયું, પરંતુ તેનો હેતુ સામાન્ય લોકોને યૌન શોષણનું શિક્ષણ આપવાની સાથે સાથે તાંત્રિક પૂજાવિધિ કરવાનો પણ હતો. પરંતુ અહીં મંતગેશ્વર મંદિર આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે.

દર વર્ષે તલના દાણા જેટલું વધતા આ શિવલિંગની નીચે છુપાયેલો છે ‘ચમત્કારિક મણિ’

અમદાવાદ :મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ખજુરાહોમાં બનેલ મંદિર પોતાની વાસ્તુકલા અને કામ કલા પર આધારિત મૂર્તિઓ માટે પ્રખ્યાત છે. ખજુરાહો (khajuraho) માત્ર મંદિરો માટે જ નહિ, પરંતુ અનેક મિથકો અને વાર્તાઓ માટે પ્રખ્યાત છે. માન્યતા છે કે, ખજુરાહોના મંદિર માત્ર ભગવાનની આરાધના કરવાના હેતુથી નથી બનાવાયું, પરંતુ તેનો હેતુ સામાન્ય લોકોને યૌન શોષણનું શિક્ષણ આપવાની સાથે સાથે તાંત્રિક પૂજાવિધિ કરવાનો પણ હતો. પરંતુ અહીં મંતગેશ્વર મંદિર આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે.

fallbacks

ગુજરાતના 17 લાખ ખેડૂતોને નુકસાનીના રૂપિયા ચૂકવવા અંગે સરકારે કરી મોટી જાહેરાત

અહીં થયા હતા શિવ-પાર્વતીના લગ્ન
ભગવાન શિવને સમર્પિત મતંગેશ્વર મંદિર (Matangeshwar Mahadev) માં સેંકડો વર્ષોથી મહાદેવની આરાધના થતી આવી છે. આ મંદિરથી ચમત્કાર અને માન્યતા જોડાયેલી છે. જેને કારણે શ્રદ્ધાળુઓ અહીં ભગવાન શિવના આર્શીવાદ લેવા માટે દૂરદૂરથી આવે છે. અહીંના લોકોની માન્યતા છે કે, ખજુરાહો એ જ સ્થળ છે, જ્યાં ભગવાન શિવના લગ્ન દેવી પાર્વતી સાથે થયા હતા.

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની બની વિવાદનું કેન્દ્ર, NSUIના કાર્યકરોએ રોકી કુલપતિની કાર

શિવલિંગ નીચે મણિ હોવાની માન્યતા
એક પ્રચલિત કથા અનુસાર, આ મંદિરમાં સ્થાપિત શિવલિંગની નીચે એક મણિ છે, જે ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. પુરાણ કથાઓના અનુસાર, ભગવા શિવની પાસે મરકત મણિ હતું, જે પાંડવોના સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિરને આપવામાં આવ્યું હતું. યુધિષ્ઠિરે મણિ મતંગ ઋષિને આપ્યું હતું, જેના બાદ આ મણિ તેઓએ રાજા હર્ષવર્મનને આપી હતી. મતંગ ઋષિ પાસે મણિને કારણે જ તેમનું નામ મતંગેશ્વર મહાદેવ પડ્યુ હતું. એવું કહેવાય છે કે, મતંગ ઋષિએ મતંગેશ્વર મહાદેવના 18 ફીટના શિવલિંગની નીચે મણિને સલામત રાખવા દાટી દીધું હતું. તેથી આ મણિ અને મહાદેવનો જ પ્રતાપ છે કે, અહીં માંગેલી દરેક ઈચ્છાઓ પૂરી થાય છે.

દર વર્ષે વધે છે શિવલિંગનું કદ
મંદિરનું સૌથી મોટુ આકર્ષણ એ છે કે, અહીં અઢી મીટર ઊંચુ શિવલિંગ છે. મતંગેશ્વર શિવ મંદિરમાં બનેલ શિવલિંગ વિશે માનવામાં આવે છે કે, દર વર્ષે તેની ઉંચાઈ તલ જેટલી વધે છે. મતંગેશ્વર મંદિર ખજુરાહોના તમામ મંદિરોમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ મંદિરના સ્તંભ અને દિવાલો પર અહીંના બાકી મંદિરોની જેમ કામુક મૂર્તિઓ બનાવવામાં આવી છે.

અમદાવાદ : ACBના છટકામાં 1 લાખની લાંચ લેતા ડેપ્યુટી ઈજનેર રંગેહાથ ઝડપાયા

આ શિવલિંગને મૃત્યુંજય મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, આ શિવલિંગ જેટલું જમીનથી ઉપર દેખાય છે, તેનાથી અનેકગણુ વધુ જમીનની અંદર દબાયેલું છે.

ચંદેલ વંશના રાજાઓએ બનાવ્યું હતું મંદિર
આ મંદિરનું નિર્માણ ચંદેલ રાજાઓ દ્વારા 9મી સદીમાં કરવામાં આવ્યું હતું. ખજુરાહોનો ઈતિહાસ લગભગ એક હજાર વર્ષ જૂનો છે. આ શહેર ચંદેલ સામ્રાજ્યની પ્રથમ રાજધાની હતું. ચંદેલ વંશ અને ખજુરાહોના સંસ્થાપક ચંદ્રવર્મન હતા. ચંદ્રવર્મન મધ્યકાળમાં બુંદેલખંડમાં શાસન કરનારા રાજપૂત હતા. તેઓ પોતાને ચંદ્રવંશી રાજા માનતા હતા.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ એક ક્લિક પર...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More