Home> India
Advertisement
Prev
Next

પૂર્વોત્તરમાં BJPના 'ચાણક્ય'ને મળી અસમના CMની કમાન, જાણો કોણ છે હિમંત બિસ્વા સરમા

અસમની 126 વિધાનસભા સીટોમાંથી ભાજપે આ વખતે 75 સીટો જીતી છે. હિમંત બિસ્વા સરમા જલુકબાડી સીટથી સતત પાંચમી વખત જીતી ધારાસભ્ય બન્યા છે. 
 

પૂર્વોત્તરમાં BJPના 'ચાણક્ય'ને મળી અસમના CMની કમાન, જાણો કોણ છે હિમંત બિસ્વા સરમા

ગુવાહાટીઃ અસમ ચૂંટણીમાં ભાજપને સતત બીજીવાર જીત મળી છે. છેલ્લા પાંચ વર્ષમાં અમસની કમાન સર્બાનંદ સોનોવાલના હાથમાં રહી જેમને કેન્દ્રથી અસમ મોકલવામાં આવ્યા હતા અને આ વખતે રાજ્યની કમાન હેમંત બિસ્વા સરમાને સોંપવામાં આવી છે. સરમા જે રાહુલ ગાંધી પર નજરઅંદાજનો આરોપ લગાવી કોંગ્રેસ છોડી 2015માં ભાજપમાં સામેલ થયા હતા. તેમનું કહેવુ હતુ કે તે જ્યારે રાહુલ ગાંધીને મળવા પહોંચતા હતા તો કોંગ્રેસ નેતાનું ધ્યાન મારાથી વધુ કુતરા પર હતુ. સરમા એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈના નજીકના હતા. પરંતુ આજે તે રાજ્યમાં સૌથી શક્તિશાળી નેતા છે. 

fallbacks

અસમની 126 વિધાનસભા સીટોમાંથી ભાજપે આ વખતે 75 સીટો જીતી છે. હિમંત બિસ્વા સરમા જલુકબાડી સીટથી સતત પાંચમી વખત જીતી ધારાસભ્ય બન્યા છે. 

હિમંત બિસ્વા સરમાના રાજકીય કરિયરની શરૂઆત 1980થી થઈ, જ્યારે તેઓ છઠ્ઠા ધોરણમાં હતા. તેઓ ઓલ અસમ સ્ટૂડન્ય યુનિયન  (AASU) માં જોડાયા હતા. વર્ષ 1981માં  AASU પર કાર્યવાહી શરૂ થઈ હતી. આ દરમિયાન સરમાને અખબારી યાદી અને અન્ય સામાન પહોંચાડવાનું કામ મળ્યુ હતું. 

આ પણ વાંચોઃ નર્સે દર્દીને કહ્યું- બસ થોડા દિવસના મહેમાન છો, બીજા દિવસે મહિલાનું મોત, હચમચાવી નાખે તેવો Video

2001થી અત્યાર સુધી જીત્યા છે ચૂંટણી
થોડા વર્ષ બાદ તેમને  AASUના ગુવાહાટી યુનિયના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. 1990ના દાયકામાં કોંગ્રેસમાં સામેલ થયેલા સુરમાએ પ્રથમવાર ગુવાહાટીના જાકુલબાડીથી 1996માં વિધાનસભા ચૂંટણી લડી અને ભૃગુ કુમાર ફુકાન સામે હારી ગયા. ત્યારબાદ 2001માં આજ સીટ પરથી તેમણે ફુકાનને હરાવ્યા અને ત્યારબાદ સતત અહીંથી ચૂંટણી જીતતા આવ્યા છે. 

કોંગ્રેસમાં રહેતા સરમાએ મંત્રીના રૂપમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ, યોજના અને વિકાસ, પીડબ્લ્યૂડી અને નાણા જેવા મહત્વના મંત્રાલયો સંભાળ્યા છે. પરંતુ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ સાથે વિવાદ બાદ તેઓ 2016ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થઈ ગયા હતા. 

રાહુલ ગાંધીના કુતરાને લઈને છોડી હતી કોંગ્રેસ
હિમંત બિસ્વા સરમાને રાહુલ ગાંધી દ્વારા કુતરાને મહત્વ આપવાનું ગમ્યુ નહીં. એકવાર સરમાએ ખુદ ટ્વીટ કરીને કહ્યુ કે, જ્યારે તેઓ કોંગ્રેસ ઉપાધ્યક્ષ (રાહુલ ગાંધી) ની સાથે અસમના મહત્વના મુદ્દે વાતચીત કરવા ઈચ્છતા હતા, તે સમયે રાહુલ પોતાના કુતરાને બિસ્કિટ ખવડાવવામાં વ્યસ્ત હતા. સરમાએ કહ્યુ કે, આ માટે તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી હતી.

આ પણ વાંચોઃ માત્ર 10 રૂપિયા માટે પતિએ પત્નીને લાકડીથી માર મારી અધમૂઈ કરી, બાળકો પાસે બનાવડાવ્યો Video

પીએચડી છે હિંમત સરમા
હિમંત બિસ્વા સરમાનો જન્મ 1 ફેબ્રુઆરી, 1969ના થયો હતો. તેમના પિતાનું નામ કૈલાશ નાથ સરમા અને માતાનું નામ મૃણાલિની દેવી હતી. સરમાએ ગુવાહાટીના કામરૂપ એકેડમી સ્કૂલથી શરૂઆતી શિક્ષણ મેળવ્યુ. ત્યારબાદ તેમણે ગવર્મેન્ટ લો કોલેજથી એલએલબીનો અભ્યાસ કર્યો અને પછી ગુવાહાટી યુનિવર્સિટીથી પીએચડીની ડિગ્રી હાસિલ કરી. સરમાએ 1996થી 2001 સુધી ગુવાહાટી હાઈકોર્ટમાં લોની પ્રેક્ટિસ પણ કરી હતી. 

સરમાએ રિકી ભુયાન સાથે 2001મા લગ્ન કર્યા હતા. સરમા અને તેમની પત્નીને એક પુત્ર અને એક પુત્રી છે. 2007મા સરમા બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પણ બન્યા હતા. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More