Home> India
Advertisement
Prev
Next

શરમજનક...કોરોના કટોકટીનો વેપલો? 1400 રૂપિયા આપો અને Corona પર ગમે તેવો રિપોર્ટ મેળવો

કોરોના (Corona virus)નો વાયરસ મહામારી બનીને આખા દેશમાં કેર વર્તાવી રહ્યો છે ત્યારે આવી કટોકટીને પણ કેટલાક લોકોએ વેપલો બનાવી દીધો છે.

શરમજનક...કોરોના કટોકટીનો વેપલો? 1400 રૂપિયા આપો અને Corona પર ગમે તેવો રિપોર્ટ મેળવો

નવી દિલ્હી: કોરોના (Corona virus)નો વાયરસ મહામારી બનીને આખા દેશમાં કેર વર્તાવી રહ્યો છે ત્યારે આવી કટોકટીને પણ કેટલાક લોકોએ વેપલો બનાવી દીધો છે. ગુરુગ્રામમાં સીએમ  ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમે દરોડા પાડીને એક એવી ફેક લેબનો ભાંડાફોડ કર્યો છે જ્યાં કોરોનાના રિપોર્ટને નેગેટિવથી પોઝિટિવ અને પોઝિટિવથી નેગેટિવ બનાવવાનો ખેલ ચાલી રહ્યો હતો. આ માટે માત્ર 1400 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા. લોકોના જીવ સાથે આવા ચેડા?

fallbacks

ઓફિસમાંથી રજા લેવાની હોય, વિદેશ જવાનું હોય કે પછી હવાઈ મુસાફરી કરવાની હોય...જેવું પણ હોય તમને તે પ્રમાણે રિપોર્ટ મળી જશે. શહેર-શહેર સંક્રમણના ગ્રહણ વચ્ચે આવા સમાચાર ખરેખર ચિંતાજનક છે. આમ જુઓ તો આ લેબ અન્ય કોરોના ટેસ્ટ લેબ જેવી જ છે પરંતુ અહીં જે થઈ રહ્યું હતું તે આખા દેશ સાથે ભયંકર દગો હતો. 

Nagrota Encounter: વિઝા-પાસપોર્ટ વગર આ રીતે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસ્યા હતા આતંકીઓ

ગુરુગ્રામના સૈની ખેડામાં સ્વાસ્થ્ય વિભાગના નાક નીચે આ લેબમાં કાળા કારનામાને અંજામ અપાઈ રહ્યો હતો. માત્ર 1400 રૂપિયામાં આ લેબથી વિદેશ જવા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરાવી શકાતો હતો. માત્ર 1400 રૂપિયામાં હવાઈ મુસાફરી માટે નેગેટિવ રિપોર્ટ તૈયાર થઈ શકતો હતો અને માત્ર 1400 રૂપિયામાં ઓફિસમાંથી રજા લેવા માટે ખોટો રિપોર્ટ બનાવવામાં આવતો હતો. 

fallbacks

જેવી જરૂરિયાત તે પ્રમાણે કોરોના રિપોર્ટ બનાવવામાં આવતો હતો. આ લેબમાં કોરોનાનો નકલી રિપોર્ટ બનાવીને ખબર નહીં કેટલીય જિંદગીઓ સાથે રમત રમાઈ ચૂકી હશે અને આ સત્ય જો હજુ બહાર ન આવત તો આગળ શું થાત એ કલ્પના કરવી પણ મુશ્કેલ બને છે. હરિયાણા સીએમની ફ્લાઈંગ સ્ક્વોડે આ દરોડો પાડીને પર્દાફાશ ન કર્યો હોત તો પરિસ્થિતિ શું થાય તે વિચારતા પણ ડર લાગે છે. 

મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું Covid-19 સંક્રમણના કારણે નિધન, 3 દિવસ પહેલા હતો જન્મદિવસ

ગુરુગ્રામમાં ડ્રગ્સ વિભાગના અધિકારી અમનદીપ ચૌહાણે કહ્યું કે, 'આ લેબને ચલાવનારા બે લોકોની ધરપકડ કરાઈ છે. મોટી વાત એ છે કે બંનેને કોરોનાના સેમ્પલ સુદ્ધા લેતા આવડતા નથી. પરંતુ આ ઝોલાછાપ લેબ સંચાલકોએ આમ છતાં અનેક કોરોના પોઝિટિવ લોકોને વિદેશ પ્રવાસ કરાવી દીધા.'

અધિકારીએ વધુમાં કહ્યું કે આ આખો ફર્જીવાડો દિલ્હીની એક લેબના નામે ચાલતો હતો અને હવે તપાસની કડીઓ જોડવામાં આવી રહી છે. આ આખા ખેલનો પર્દાફાશ થવાની તૈયારી છે. બંને ઝોલાછાપ લેબ સંચાલકો પાસેથી હવે તપાસ ટીમ એ જાણવામાં લાગી છે કે આ લોકોએ ફેક રિપોર્ટ તૈયાર કરીને કેટલા લોકોને વિદેશ મોકલ્યા અને કેટલા લોકોએ ઓફિસમાંથી રજા માટે ખોટા રિપોર્ટ આપ્યા. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More