Home> India
Advertisement
Prev
Next

VIDEO: આઝાદીના જશ્નમાં મગ્ન બન્યું લદ્દાખ, સાંસદ નામગ્યાલએ લેહમાં કર્યો ડાન્સ

દેશ આજે 73માં સ્વતંત્રતા દિવસના જશ્નમાં ડૂબેલો છે. લદ્દાખ માટે આ સ્વતંત્રતા દિવસ ખૂબ મહત્વ ધરાવે છે. કલમ 370 દૂર કર્યા બાદ લદ્દાખને અલગ કેંદ્વ શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત થઇ ચૂકી છે. ગુરૂવારે લેહમાં પણ સ્વતંત્રતા દિવસ સમારોહ ઉજવવામાં આવ્યો.

VIDEO: આઝાદીના જશ્નમાં મગ્ન બન્યું લદ્દાખ, સાંસદ નામગ્યાલએ લેહમાં કર્યો ડાન્સ

નવી દિલ્હી: દેશ આજે 73માં સ્વતંત્રતા દિવસના જશ્નમાં ડૂબેલો છે. લદ્દાખ માટે આ સ્વતંત્રતા દિવસ ખૂબ મહત્વ ધરાવે છે. કલમ 370 દૂર કર્યા બાદ લદ્દાખને અલગ કેંદ્વ શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત થઇ ચૂકી છે. ગુરૂવારે લેહમાં પણ સ્વતંત્રતા દિવસ સમારોહ ઉજવવામાં આવ્યો. આ સમારોહમાં લદ્દાખના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે લોકો સાથે ડાન્સ કર્યો. સમારોહના વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે લદ્દાખના લોકો સરકારના આ નિર્ણયથી એકદમ ખુશ છે. આ વીડિયો લેહના એરપોર્ટની બહારનો છે. 

fallbacks

લદ્દાખથી ભાજપ સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તસ્વીરો પણ શેર કરી છે. તેમણે ગુરૂવારે સ્વતંત્રતા દિવસના અવસર પર લદ્દાખને કેંદ્વ શાસિત પ્રદેશ બનાવવાનો મુદ્દો ઉઠાવનાર એચએચ કુશક બાકુલા રિનપોચને પણ શ્રદ્ધાંજલિ આપી. તેમણે શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપી. તેમણે ગુરૂવારે આ ચાર વ્યક્તીઓને પણ શ્રદ્ધાંજલિ આપી, જેમનો જીવ લદ્દાખને કેંદ્વ શાસિત પ્રદેશનો દરજ્જો અપાવવામાં આંદોલન ચલાવવું આવ્યું હતું. 

તમને જણાવી દઇએ કે જમ્મૂ કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 દૂર કર્યા બાદ લદ્દાખને અલગ કેંદ્વ શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. તેના પર લદ્દાખના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે લોકસભામાં રસપ્રદ ભાષણ આપીને આખા દેશનું દિલ જીત્યું હતું. 12 ઓગસ્ટના રોજ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો. વીડિયોમાં તે હાથમાં તિરંગો લઇને લોકો સાથે ખુશીમાં ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. 
fallbacks

લદ્દાખ સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયોમાં દેખાઇ રહ્યું હતું કે તે કલમ 370 દૂર કર્યા બાદ લેહ પહોંચી ગયા હતા. આ દરમિયાન લેહ-લદ્દાખના લોકો તેમનું સ્વાગત કરી રહ્યા હતા. વીડિયોમાં દેખાઇ રહ્યું હતું કે લદ્દાખને જમ્મૂ કાશ્મીરથી અલગ કરીને કેંદ્વ શાસિત પ્રદેશ બનાવતાં તે પણ લોકો સાથે ખુશીથી ફૂલ્યા સમાતા નથી. તેમના હાથમાં તિરંગો હતો અને તે લોકોની સાથે સંગીતની ધૂન પર ડાન્સ કરી રહ્યા હતા. 

fallbacks
તમને જણાવી દઇએ કે જામયાંગે લોકસભામાં પોતાના 17 મિનિટના ભાષણમાં કાશ્મીર પર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે લદ્દાખના લોકોની દલીલ અંતે સ્વિકાર કરી લેવામાં આવ્યું. તેમણે કહ્યું હતું કે ''મોદી હૈ, તો મુમકિન હૈ'. જામયાંગે કહ્યું હતું કે ''કલમ 370 ને ખતમ કર્યા બાદ કાશ્મીરના માનનીય સભ્ય કરી રહ્યા હતા કે આપણે હારી જઇશું. એવામાં હું કહીશ કે હવે બે પરિવાર પોતાની આજીવિકા ગુમાવી દઇશું.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More