Home> India
Advertisement
Prev
Next

Ayodhya Verdict : સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર જૂઓ શું કહ્યું લાલ કૃષ્ણ અડવાણીએ....

અડવાણીએ કહ્યું કે, રામ મંદિર નિર્માણ આંદોલનનો ભાગ બનવા માટે ભગવાનનો આભાર માનું છું. આઝાદી પછી આ દેશનું સૌથી મોટું આંદોલન હતું, જેનું પરિણામ આજે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચૂકાદા સાથે આવ્યું છે.

Ayodhya Verdict : સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર જૂઓ શું કહ્યું લાલ કૃષ્ણ અડવાણીએ....

નવી દિલ્હીઃ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદના 134 જુના કેસનો શનિવારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદા સાથે અંત લાવી દીધો હતો. આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા અને દેશમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રથયાત્રા કાઢનારા લાલકૃષ્ણ અડવાણીએ સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, સમાજના વિકાસ માટે સૌએ સાથે રહેવાની જરૂર છે. 

fallbacks

પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું કે, "સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સ્વાગત કરું છું. અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પણ 5 એકર જમીન આપવાનો નિર્ણય લીધો છે. સમાજના વિકાસ માટે સૌએ સાથે રાખવાની જરૂર છે. રામ મંદિર નિર્માણ આંદોલનનો ભાગ બનવા માટે ભગવાનનો આભાર માનું છું. આઝાદી પછી આ દેશનું સૌથી મોટું આંદોલન હતું, જેનું પરિણામ આજે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચૂકાદા સાથે આવ્યું છે."

Ayodhya Verdict: અયોધ્યા મુદ્દે સૌથી મોટો ચુકાદો...જાણો કોને શું મળ્યું?

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભાજપના વરિષ્ઠ નેતાએ 1990માં ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી. રામ મંદિરના નિર્માણ માટેના આંદોલનમાં લાલકૃષ્ણ અડવાણીએ મોટું યોગદાન આપ્યું હતું. 

સુપ્રીમનો ઐતિહાસિક ચૂકાદોઃ જાણો કેવું હશે અયોધ્યામાં બનનારું ભવ્ય રામ મંદિર

રામ જન્મભુમિ જમીન વિવાદનો ચૂકાદો ઐતિહાસિક કેવી રીતે? 
- દેશના 134 વર્ષ (સૌથી જુના) કેસનો નિકાલ આવ્યો. 
- સુપ્રીમ કોર્ટમાં બીજો સૌથી લાંબા સમય સુધી ચાલનારો કેસ. 
- સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી ચાલી સુનાવણી.
- હિન્દુ પક્ષે 67 કલાક અને મુસ્લિમ પક્ષે 71 કલાક સુધી રજુ કરી દલીલો. 
- ભારતમાં હિન્દુ અને મુસલમાન વચ્ચેના સૌથી મોટા વિવાદનો ઉકેલ. 
- સુપ્રીમ કોર્ટનો ચૂકાદો દેશમાં ધર્મનિરપેક્ષતાનું સૌથી મોટું દૃષ્ટાંત બન્યો. 
- સુપ્રીમના ચૂકાદાથી બંને ધર્મના લોકો સંતુષ્ટ. 
- વિવાદિત જમીનના ભાગલા પાડ્યા વગર બંને પક્ષને એક સમાન 'ન્યાય' મળ્યો. 
- સુપ્રીમ કોર્ટનો ચૂકાદો કોઈ એક પક્ષના બદલે 'સમાજ હિત'માં.

અયોધ્યામાં 'રામ મંદિર' બનાવવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આ મહત્વપૂર્ણ આદેશ

જુઓ LIVE TV...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More